ભાઈપ્રતાપની જન્મ જયંતી:ભાઇપ્રતાપના સ્વપ્નનું ગાંધીધામ નજીક કે હજુ વધુ દુર જઈ રહ્યું છે?

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 13મીએ ઉજવી, પુત્રીએ કહ્યું 14મી એપ્રિલના છે
  • શહેરમાં રોડ, રસ્તા, પાણી, ગટર જેવી મૂળભૂત સમસ્યાઓ હજી પણ સતાવે છે

ગાંધીધામના સ્થાપક ભાઈપ્રતાપની આજે જન્મજયંતિ છે, ત્યારે તેમણે શહેરની સ્થાપના સમયે આ શહેર કેવું બનશે તેનું સ્વપ્ન જોયું હતું, શું તે તરફ શહેર આગળ વધી રહ્યું છે, કે તેનાથી વધુ દુર જઈ રહ્યું છે? તે સહુ સામે એક મોટો પ્રશ્ન બનીને ઉભો છે. શહેર વર્ષોથી એક મજબુત લીડરની ખોટ સાલી રહી છે. તો બીજી તરફ રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આખા શહેરમાં સુચારુ રૂપે ન મળતી હોવાની ફરિયાદો ખુબ સામાન્ય બની છે.

13 એપ્રીલના નગરપાલિકા દ્વારા શહેરના શિલ્પી દિર્ઘદ્રષ્ટા ભાઈપ્રતાપની પ્રતિમા પર નગરપાલિકા દ્વારા હારારોપણ કરીને તેમને શ્રદ્ધાસુમન અપાયા હતા. જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ભાજપ શહેર પ્રમુખ પંકજ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાઈપ્રતાપની જન્મ તારીખ સ્મારક, પ્રતિમાઓમાં 13 એપ્રીલ,1908 લાખી છે. જ્યારે કે ઓનલાઈન માધ્યમો માં તે 14 એપ્રિલ દર્શાવાઈ છે.

આ વિસંગતતા અંગે ભાઈપ્રતાપના મુંબઈ રહેતા પુત્રી અરુણા જગતીયાણીને પૂછવામાં આવતા તેમણે પણ તેમના પિતાની જન્મ તારીખે 14 એપ્રિલ હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાનો આ અંગે સંપર્ક સાધતા તેમણે વર્ષોથી આજ તારીખે કોઇ અસમંજસતા વગર ઉજવણી કરાતી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃત્યુ તારીખ અંગે પણ કેટલોક સમય એક વિસગતતાની સ્થિતિ રહી હતી.

આ વિષયના અભ્યાસુ જાણકાર એસ.વી. ગોપલાણીએ જણાવ્યું કે ભાઈપ્રતાપનું મૃત્યુ લંડનમાં થયું હતું. પાર્થિવ દેહને લંડન એરપોર્ટથી આદિપુર સુધી લઈ અવાતા તારીખ બદલાઇ હતી. જેથી કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે,પરંતુ આ બધાથી આગળ વધીને તેમના યોગદાનને મહત્વ આપવું અને તેમના સ્વપ્નોનું ગાંધીધામ ઉભુ કરવું મુખ્ય ધ્યેય હોવાનું જણાવી વધુ એક વાર ભાઈપ્રતાપની 50 ફુટની પ્રતિમાની માંગ દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...