હાલાકી:ઇફ્કો સામે ડિવાઇડરના પાઇપ સગવડતા માટે કોઇએ વાળી નાખતા અકસ્માતને આમંત્રણ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટુ-વ્હીલર ચાલકોને ટુંકું અંતર ક્યારેક ભારે પડી જશે

ઇફકો કોલોની દ્વાર સામે ટાગોર રોડ વચ્ચે લોકો ને રસ્તા પાર કરવા માટે વિભાજકમાં જગ્યા મૂકી ને પાઇપ લગાવવામાં આવ્યા હતા.અકસ્માત ટાળવા કરવામાં આવેલી આ વ્યવસ્થામાં પાઇપને વાળી દઇને અવર જવર થઇ શકે તે માટે સુવિધા કોઇએ ઉભી કરતાં અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે. સાઇકલ અને મોટર સાઇકલ સવાર અહીં થી શોર્ટ કટ લઇ લેવાનું કરતા હોય છે જેથી ટાગોર રોડ પર બેફામ ગતિથી જતા વાહનો દ્વારા અકસ્માત થવાનો અતિ ભય રહે છે.

ઇફકો દ્વારા સર્વિસ રોડનું દબાણ હટાવ્યા પછી દ્વાર આસપાસ અને સામેના વિસ્તારમાં દબાણ વધી ગયું છે જેને લઇને પણ અકસ્માતના પ્રમાણમાં વધારાનું જોખમ પણ જણાઇ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગની આંખ ન ઉઘડતાં દબાણ હટાવવામાં આવતાં નથી જેને લઇને તંત્ર લોકોની શંકાના દાયરામાં આવી ગયું છે. જાનહાની અને અકસ્માત રોકવા અહીં ટ્રાફિક પોલીસ ની ખાસ જરૂરિયાત જણાય છે.