આવકવેરા વિભાગ દ્વારા સર્ચ:ભીમાસરની રત્નમણી મેટલ કંપનીમાં પણ ચાલતી તપાસ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવકવેરા વિભાગ દ્વારા મેટલ અને પાઈપ સબંધિત બે મોટી કંપનીઓ પર અમદાવાદની મુખ્ય કચેરીઓમાં ગત રોજ દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જે અનુસંધાને તેમાંથી એક રત્નમણી મેટલ કંપનીનો પ્લાન્ટ અંજારના ભીમાસર ગામે પણ કાર્યરત હોવાથી અહી પણ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની ટીમે પહોંચીને તપાસનો દોર હાથ ધર્યો હતો.

અમદાવાદમાં રત્નમણી મેટલ કંપની અને એસ્ટ્રાયલ લિમિટેડ કંપની અને તેના પ્રતિષ્ઠાનો પર ગત રોજ ઈન્કમ ટૅક્સ વિભાગે સામૂહિક રૂપે ત્રાટકીને બેનામી સંપતીની માહિતીઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. રત્નમણી મેટલ કંપનીનો એક પ્લાંટ અંજાર તાલુકાના ભીમાસર ગામે પણ આવેલો છે ત્યારે અહી પણ આવકવેરા વિભાગની ટીમ ગત રોજ આવી પહોંચી હતી. આંતરિક આધારભુત સુત્રોએ જણાવ્યું કે અમદાવાદની મુખ્ય કચેરીઓમાં દરોડાઓ શરુ થવાની સાથેજ અહિ પણ પુર્વઆયોજીત રણનીતિ અનુસાર ટીમો પહોંચી આવી હતી અને દસ્તાવેજો, યાંત્રિક ઉપકરણો માંથી માહિતી એકત્ર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. રાજ્યવ્યાપી સર્ચ કામગીરીના ભાગરૂપે ભીમાસર સ્થિત પ્લાન્ટમાં પણ છેલ્લા બે દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે જે બીજા દિવસના મોડી રાત સુધી ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...