તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પડાણાની કચ્છ કેમિકલ માં બીજા દિવસે પણ જીપીસીબી દ્વારા તપાસ

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગેસ ગળતર બાદ ગ્રામજનોએ કંપનીનું કામકાજ બંધ કરાવ્યું હતું
 • જેમાંથી ગંધ આવવાની ફરિયાદ તે સરફ્યુરીક એસીડ પ્લાન્ટ બંધ કરાયોઃ જીપીસીબી

ગાંધીધામના પડાણા ગામે ગતરોજ ગ્રામજનોમાં આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયા બાદ સરપંચને સાથે લઈને ગ્રામજનોએ કંપનીમાં ધસી ગયા હતા અને તાત્કાલિક કામકાજ ઠપ્પ કરાવ્યું હતું. પરિસ્થિતિને જોઇ મામલતદાર અને જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાના બીજા દિવસે પણ જીપીસીબીની ટીમે કંપનીમાં ધસી જઈને તપાસ આદરી હતી.

પડાણા ગામના સરપંચ ધનજી આહીરે જણાવ્યું હતું કે બુધવારના સાંજે 7 વાગ્યાના અરસામાં ગ્રામજનોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા સામે આવવા લાગી હતી. જેથી તેમના ફોન રણકવા માંડતા તેવો ગ્રામજનો પાસે પહોંચીને સમસ્યા સમજી હતી. ત્યારબાદ તેમની સાથે કચ્છ કેમિકલ કંપનીમાં ધસી ગયા હતા. જીપીસીબી દ્વારા ત્યારે પ્રાથમિક તપાસ કરાઈ હતી તો બીજા દિવસે ગુરુવારે પણ ત્રણ અધિકારીઓની ટીમે સ્થળ વીઝીટ કરીને નિરીક્ષણ કર્યું હતું.

હાલ કંપની દ્વારાજ આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ તેની તપાસ હાથ ધરાઈ છે, જેમાંથી આ ગળતર થવાની ફરિયાદ છે તે સરફ્યુરીક એસીડ પ્લાન્ટ બંધ કરાયો હોવાનું અને તેના કારણો જાણવા પ્રયાસો કરાઈ રહ્યાનું જીપીસીબીના અધિકારી કે.બી. ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે કંપનીમાં ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમ પણ હોવાનું અને નીયમીત ચીમનીમાંથી નિકળતા ધુમાડાનું ચેકિંગ પણ કરાતું હોવાનું ઉમેર્યું હતું. નોંધવુ રહ્યું કે આજ પ્રકારની ફરિયાદ ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં પણ અગાઉ ઉઠી હતી પરંતુ તેની તપાસમાં કાંઈ બહાર આવવા પામ્યું નહતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો