જાહેરાત:કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષાની તૈયારીઓ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-1ની પરીક્ષા 22મીથી લેવા જાહેરાત
  • કોરોનાના વધી રહેલા પ્રકોપ વચ્ચે ઓફલાઇન પરીક્ષા લેવામાં કોલેજ સંચાલકોમાં મુંઝવણ

કોરોનાના કારણે વિવિધ ક્ષેત્રે તેની વ્યાપક અસર પડી હતી. હજુ પણ તેના સીધા કે આડકતરી રીતે અસર પડે તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા મોડે મોડે સેમેસ્ટર 3, 5ની પરીક્ષા લેવામાં આવ્યા પછી હવે સેમેસ્ટર-1ની 22મી જાન્યુઆરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. સવા બે કલાકના સમયમાં લેવાનાર આ પરીક્ષાને લઇને ઓફલાઇનમાં સામાજિક અંતર જાળવવાથી લઇને અનેકવિધ મુદ્દે કોલેજ સંચાલકોને વ્યાયામ કરવો પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ જાન્યુઆરીના પ્રથમ વીકમાં ઇન્ટરનલ પરીક્ષા લેવા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

શિક્ષણનગરી આદિપુરની કોલેજોના સંચાલકો દ્વારા યુનિવર્સિટીની સૂચના મુજબ જે તે પગલા ભરવામાં આવતા હોય છે. વખતો વખત અપાતી સૂચના અને જાહેરાતો પછી થઇ રહેલી કાર્યવાહીમાં કોઇ કચાસ ન રહે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3, 5ની પરીક્ષા લેવામાં આવ્યા પછી સેમેસ્ટર-1ની પરીક્ષા માટે પણ 22મી જાન્યુઆરીએ લેવા માટે સૂચના આવ્યા પછી આદિપુરની કોલેજોએ આ અંગે કવાયત હાથ ધરી છે.

જે તે સમયે થતી આ પરીક્ષામાં હાલ કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે તેવા સંજોગોમાં વધુને વધુ સાચવેતી રાખવી જરૂરી બની છે. સામાજિક અંતર જાળવવા માટે પરીક્ષાર્થીઓને અલગ અલગ બેસાડવાથી લઇને અન્ય પગલા ભરવા કોલેજ સંચાલકોએ તૈયારી શરૂ કરી છે. દરમિયાન ઇન્ટરનલ પરીક્ષા લેવા માટે પણ આપવામાં આવેલી સૂચનાના પગલે કોલેજ સંચાલકો દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષાની કામગીરી આટોપવાની દિશામાં આગળ વધવાની ગતિવિધિને તેજ કરી છે. જેમાં સેમેસ્ટર-1ની બાકી છે તે પૂર્ણ કરીને નિરાંતનો દમ લેવાય તે માટે પણ કોલેજ સંચાલકોએ વ્યાયામ શરૂ કર્યો છે.

કોલેજ કેમ્પસમાં રમત-ગમતની મૌસમ ખિલી
શિક્ષણનગરીમાં એક બાજુ હાલ પરીક્ષાની કામગીરી સંદર્ભે તૈયારી કરવામાં આવી રહી છે. સાથે સાથે જુદી જુદી રમતોને પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવેલા આયોજનમાં રમતોત્સવની મૌસમ પણ ખિલિ છે. જુદી જુદી કોલેજો દ્વારા આ બાબતે તેના કાર્યક્રમ મુજબ પગલા ભરવામાં પણ આવી રહ્યા છે. અને સપ્તધારા અંતર્ગત જુદી જુદી ઇવેન્ટ યોજવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...