તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોનામાં સંસ્થાઓએ માનવતાના દીવડાં પ્રગટાવ્યા

ગાંધીધામએક મહિનો પહેલાલેખક: છાયા ચૌહાણ
  • કૉપી લિંક
  • આપત્તી સમયે લોકોની મદદ કરવા છૂટા હાથે દાતાઓએ ધોધ વહાવ્યો

ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં એનસીઆરથી કમાવાની દ્રષ્ટિએ આવેલા એક પરપ્રાંતીય વ્યક્તિ કે જે બીજી લહેર દરમ્યાન કોરોનાનો શિકાર બનેલા અને એનજીઓ દ્વારા મળતી સેવાઓથી સજા થયેલા. જો હું ગાંધીધામમાં ના રહેતો હોત તો કોરોનાથી ના બચી શક્યો હોત’ આ પરપ્રાંતિય વ્યક્તિનાં મોઢે નીકળેલું એક વાક્ય ઘણું બધું કહી જાય છે.

સેવાકીય પ્રવૃતિઓમાં સતત આગળ પડતું એવું આપણું ગાંધીધામ કે જ્યાં 25થી પણ વધુ એનજીઓ કાર્યરત છે. કોઈ પણ જાત ની કપરી પરિસ્થિતિ નાં ભણકારા વાગે કે તરતજ બધા એનજીઓ એકજૂટ થઈ એ પરિસ્થિતિ ને પહોંચી વળવા કામ કરવા લાગી જાય છે. એવામાં જ્યારે બીજી લહેરની શરૂઆત થઈ અને લોકોને હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા ત્યારે જ ગાંધીધામ નાં ભારત વિકાસ પરિષદ તથા મારવાડી યુવામંચ દ્વારા પ્રથમ વાર લીલાશાહ કુટિયા ખાતે 150 બેડની હોસ્પીટલ ઊભી કરવામાં આવી જે પાછળથી 250 કરાયા જેનાથી ઘણા લોકો નાં જીવ બચાવી શકાયા હતા.

ત્યાર બાદ પણ પરિસ્થિતિ કાબૂ બહાર રહેતા તથા હજુ વધુ બેડ ની ખપત હોઇ અન્ય અલગ અલગ જગ્યાઓ પર નાના મોટા એનજીઓએ પોતાનું તથા શક્તિ યોગદાન આપી અલગ અલગ સંખ્યા ધરાવતા બેડના કોવિડ કેન્દ્રો શરુ કર્યા હતા. એટલું જ નહિ ગાંધીધામ ના સેવાભાવી ડોકટરો એ પોતાના વ્યવસાય માંથી અમુક કલાકો કાઢી ત્યાં પોતાની સેવા આપવાનું શરુ કર્યું. ઓક્સિજનની અછત ની હાય હોય વચ્ચે આર્યસમાજ તથા અન્ય કંપની ઓ એ આ અછત ને પહોંચી વળવા પોતાના દિવસ રાત લગાડી દીધા હતા.

અમુક એનજીઓ સાથે મળી કોવિડ હેલ્પના વિવિધ વોટ્સ એપ ગ્રૂપ બનાવવામાં આવ્યા જે ઘણા લોકો માટે ઉપયોગી નીવડ્યા. કોરોના માટેના જરૂરી એવા રેપિડ તથા આરટીપીસીઆર જેવા ટેસ્ટ કે જે કરવા લેબોરેટરી ઓ પહોંચી નોતી વળતી એવામાં ગાંધીધામના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમદાવાદની સક્ષમ લેબોરેટરી સાથે મળી પ્રથમ વખત સાત દિવસ નો ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ રાખવામાં આવ્યું કે જેનો લાભ હજારોની સંખ્યામાં લોકો એ લીધો હતો. હજુ પણ લોકો માં કોરોના ટેસ્ટ માટેની જાગૃતતા નહોતી એવામાં રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ તથા વિંગ્સ ગ્રૂપ, રોટરી, ભારત વિકાસ પરિષદ, મારવાડી યુવા મંચ તથા અન્ય નાના મોટા એનજીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ નિશુલ્ક રેપિડ ટેસ્ટ નાં કેમ્પનાં આયોજન થકી પચરંગી શહેરના લોકોને કોરોનાની બીજી લહેરમાં ઘણો લાભ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...