તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકેત:પાણીની સમસ્યા ઉકેલવાને બદલે ગુચવવાનો થયો પ્રયાસ

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંડલા બંદરે કામદારોને પીવાનું પાણી મળતું નથી
 • પાણી પુરવઠા બોર્ડ પર ગાળીયો કસ્યો : ટેન્કરના વિવાદને ટાળ્યો?

દીન દયાળ બંદર પર કામ કરતા કામદારોને પીવાનું પાણી મળતુ ન હોવાની લાંબા સમયથી ફરીયાદ છે. આબાબતે તાજેતરમાં ઉહાપોહ થયા પછી ચેરમેનની સુચનાથી એ.સી. ચેમ્બર છોડી અધિકારીઓ પોર્ટ પર પહોચી ગયા હતા. હાલ  પહેલી નજરના તારણથી પોતાનો વાંક કાઢવા અધિકારીઓએ પાણી પુરવઠા બોર્ડ પર ઓળિયો ગોળિયો ફેકવા કવચ પહેરવાની કોશિશમાં લાગી ગયાના સંકેત મળી રહૃયા છે. મળતી માહિતી મુજબ બંદર પર કામદારોને પીવાના પાણી માટે તૂટેલી પાઈપ લાઈન નાખવા પગલા ભરાતા નથી. રજુઆત કરવા છતાં ચીફ ઈજનેર પાટીલ વગેરે અધિકારીના પેટનુ પાણી હલતુ નહતું. પાણીની લાઈન ઊપરાંત ટેન્કર પણ મગાવવામાં આવે છે. જો કે રોજ કેટલા ટેન્કર આવે તે તપાસનો વિષય છે. દરમિયાન આજે પુન: આ બાબત પ્રકાશમાં આવતા ચેરમેન સંજય મેહતાએ ચીફ ઈજનેરને સમસ્યા ઉકેલવા સુચના આપી હતી. પાણી પુરવઠા બોર્ડના અધિકારી સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.કામદારોને હવે પીવાનું પાણી મળે છે કે કેમ તે તોબંદરના અધિકારી કેટલું પાણી બતાવી શકે છે તેની ઉપર આધાર હોવાનો મત પણ કામદારો વ્યકત કરી રહ્યા છે.  દરમિયાન હવો જોવું એ રહ્યું કે, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ પાણી બતાવે છે કે દીન દયાળ પોર્ટના અધિકારીઓ? ઉલ્લેખનીય છે કે, કામદારોને આપવામાં આવતા પાણી અંગે અવારનવાર ફરીયાદો છતાં જાડી ચામડીના અધિકારીના પેટનું પાણી હલતું ન હતું. હવે આ સમસ્યા ઉકેલાય તેવી સંભાવના હાલના તબક્કે જણાઇ રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો