તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોર્ડ ઓફિસ ચર્ચાનો વિષય:વોર્ડ વાઇઝ ઓફિસ ચાલુ રાખવાને બદલે તેને બંધ કરી કર્યો વિકાસ

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના વહીવટદારોએ અદ્યતન સુવિધા ઊભી થાય તે માટે પ્લાનિંગ કર્યું હતું

ગાંધીધામ નગરપાલિકામાં અગાઉના વહીવટદારો દ્વારા જે તે વોર્ડમાં જ લોકોની સમસ્યા નો હલ આવે તે માટે વોર્ડ વોઇસ ઓફિસ અદ્યતન બનાવવાની યોજના તૈયાર કરી હતી. આ યોજનાને મૂર્તિમંત કરવાની કામગીરી આગળ ધપાવવા ને બદલે નવી ટીમે એક પછી એક સુવિધાઓ પર કાપ મુકવાની પ્રવૃત્તિ શરૂ કરી વિકાસની ગતિને બ્રેક મારવાની પ્રવૃત્તિ કરતા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખુદ ભાજપના જ આગેવાનોના અહમ સંતોષવા માટે બંધ કરવામાં આવેલી વોર્ડ ઓફિસ ચર્ચાનો વિષય બની છે.

સંકુલ અંદાજે સાડા ત્રણ લાખની વસ્તીને પુરતી સુવિધાઓ મળે તે માટે પાલિકાના વહીવટદારો દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા હતા. તત્કાલીન કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતાએ શહેરના લોકોને પોતાના વિસ્તારની સમસ્યા ઉકેલવા માટે પાલિકામાં આવું ન પડે તે માટે વોર્ડ ઓફિસમાં જ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે તૈયારી કરી હતી. અદ્યતન વોર્ડ ઓફિસો બનાવવા તૈયારી કરવામાં આવી હતી. આ યોજના આગળ વધે તે માટે પગલા ભરવાને બદલે પાણી ફેરવી શકાય તે માટે કહેવાય છે કે ભાજપના જ કોઇ આગેવાનો દ્વારા દંડો ઉગામીને સપના નગર સહિતની અન્ય બે ઓફિસો કોઈ કારણો વગર બંધ કરી દેવા માટે સુચના આપી હતી.

આ માટે થયેલી કામગીરી હાલ પાલિકામાં પ્રશ્નો ઊભા કરી રહી છે કારણ કે લોકોએ તેમના વિસ્તારના પ્રશ્નો હલ થાય તે માટે તે વોર્ડ ઓફિસમાં જ રજૂઆત કરીને તાકીદે નિરાકરણ આવે તેવી આશા રાખી હતી પણ તો લોકોની આશા પર પણ ભાજપના આગેવાનોએ હાલ ઠંડુ પાણી ફેરવી દીધું હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, નગરપાલિકામાં હાલ સમિતીઓની રચના થઇ નથી અને ભાજપમાં પણ કેટલાક સભ્યોમાં અંદરોઅંદર ખટપટમાં રાચતા હોવાથી કેટલીક વખત લોકોના કામોને પણ કેટલીક વખત અસર પડી રહી છે. વોર્ડ ઓફિસ બંધ કરવા પાછળ કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોઇ અટકળબાજીઓ પણ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...