તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામદારોમાં કચવાટ:ડીપીટીના કમાઉ દિકરા શોર ઓઇલ ટર્મિનલના કર્મીઓને થતો અન્યાય

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર્મચારીઓને વાડીનારથી કંડલા બદલવામાં આવતા નથી
 • જેટી ખાનગી પાર્ટીને સોંપવા સહિતના નિર્ણયો સામે કામદારોમાં છે કચવાટ

દીન દયાળ પોર્ટ સંચાલિત શોર ઓઇલ ટર્મિનલ કે જે કમાઉ દિકરા તરીકે જાણીતું છે તેના કર્મચારીઓને પુરતા પ્રમાણમાં ન્યાય અપાતો નથી. વર્ષોથી વાડીનારમાં ફરજ બજાવતા કર્મીઓ કંડલા આવવા માંગે છે જેની માગણી સ્વિકારવામાં આવતી નથી.

યુનિયન દ્વારા અલગ અલગ મીટિંગ કરવામાં આવી હતી. જેમાં ડીપીટીના કામદારોને જરૂરી મેડિકલ સુવિધા સ્થાનિકમાં યોગ્ય રીતે મળતી નથી. કામદારોના હિતાર્થે જામનગરમાં જેની રેફરલ હોસ્પિટલ તરીકે માન્યતા અપાઇ છે ત્યાં સાધન સારવાર માટે આઇસીયુની વ્યવસ્થાનો અભાવ છે. ગંભીર બિમારીમાં સપડાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર ન મળતાં અમદાવાદ કે રાજકોટ લઇ જવા પડે છે. અમુક કર્મચારીઓ નિવૃતિના આરે હોવા છતાં કોઇ કારણોસર નિયમ મુજબ એસીપીનો લાભ અથવા ટેકનીકલ કર્મચારીના ખિસ્સામાં પગાર ધોરણનો લાભ અપાતો નથી. રજૂઆત કરવામાં આવ્યા છતાં ઉકેલ ન આવતાં આર્થિક નુકશાન સહન કરવું પડે છે.

વાડીનાર કોલોનોથી વાડીનાર જેટી સુધી 10 કિલોમીટરનો રસ્તો ખખડધજ છે. રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી. કંડલાથી વાડીનાર આવતા જતા કર્મીઓને રોકાવવા માટે બનાવેલા ગેસ્ટ હાઉસ પણ ખરાબ હાલતમાં છે. કામદાર વિરોધી નિર્ણયો લેવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને યુનિયનના મહાસચિવ વેલજીભાઇ જાટે કામદારોને વિશ્વાસ અપાવી પ્રશાસન સામે બેસીને સમાધાનની ખાતરી આપી છે તેમાં યોગ્ય નિર્ણય ન આવે તો આંદોલન માટે તૈયાર રહેવા પણ આહવાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિર્તીકુમાર આચાર્ય, સતિષ મોતા, દેવજીભાઇ રતડ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો