તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વાડીનારની ડીપીટી હોસ્પિટલમાં દર્દીને તબીબે ધક્કો મારતા ઇજા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એચએમએસ દ્વારા પ્રશાસનને પગલા ભરવા કરાઇ માગણી

વાડીનારની ડીપીટી હોસ્પિટલમાં ગુરૂવારે સાંજના સમયે હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શાંતિલાલ દવા લેવા ગયા હતા. ડોક્ટર પાસેથી દવા લઇ બતાવવા ગયા ત્યારે અન્ય તબીબે રકઝક કરીને ધક્કો મારતા ઇજા થઇ હતી. જેને રાજકોટ રિફર કરવાની નોબત આવી હતી.

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સના પ્રમુખ એલ. સત્યનારાયણે જણાવ્યું છે કે, વાડીનારની ડીપીટી હોસ્પિટલમાં ગયેલા દર્દીને ડૉ. જોશી કે જે કોન્ટ્રાક્ટર પર છે તેને રોકીને તકરાર કરી હતી. ધક્કો મારતા ઘૂંટણમાં ઇજા થઇ છે. આ ઘટનાની જાણ ડેપ્યુટી ચેરમેન, સીએમઓને કરીને પગલાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...