તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કંડલા બંદરમાં કામદારને વાંદરાએ બચકા ભરતાં ઇજા

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંડલા બંદરમાં કામદારને વાંદરાએ બચકા ભરતાં ઇજા
 • વર્કશોપ ડિવિઝનના કામદારને સારવાર માટે ખસેડાયો

દીન દયાળ પોર્ટમાં વાંદરાઓનો પણ ત્રાસ હોવાની ફરિયાદ ઉઠે છે. અગાઉ કામદારો પર હુમલા કરીને બચકા ભરવાથી લઇને શારીરીક નુકશાન કર્યાના બનાવો પણ બની ચુક્યા છે. થોડા દિવસ શાંતિપૂર્ણ રહ્યા પછી ફરી એક વખત વાંદરાઓનો ત્રાસ પ્રકાશમાં આવ્યો છે. સૂત્રોના દાવા મુજબ વર્કશોપમાં કામ કરતા કર્મચારી વિપુલભાઇ કોણી અને હાથ ઉપર વાંદરાએ બચકા ભરતાં હોસ્પિટલ જઇને સારવાર કરાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

દીન દયાળ પોર્ટના કર્મચારીઓને અગાઉ વાંદરાના ત્રાસમાંથી મૂક્તિ અપાવવા માટે સંસ્થાનો સહયોગ લઇને દીન દયાળ પોર્ટે કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીના પગલે કામદારોને રાહતનો શ્વાસ લેવાની સ્થિતિ ઉભી થઇ હતી. જ્યારે બીજી બાજુ હવે ફરી એક વખત વાંદરાનો ત્રાસ શરૂ થયો હોય તેવું જણાયું છે. તાકીદે વાંદરાને પકડવા માટે વ્યવસ્થા ગતિવાન બનાવવામાં આવે તેવી માગણી કર્મચારી વર્તુળો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય સુધી વાંદરાઓને પકડવા માટે પીંજરા મુકવામાં આવ્યા હતા તેમાં પોર્ટ પ્રશાસનને સફળતા પણ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો