કામગીરી:દક્ષિણ વિસ્તારમાં વારંવાર ઉઠતી દૂષિત પાણી સહિતની સમસ્યાઓ ઉકેલવા કવાયત શરૂ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા ઉકેલવા માટે પાલિકાના કાફલાને કામે લગાડ્યો
  • લોકોએ નગરસેવકને રજૂઆત કર્યા પછી રાતોરાત પગલા ભરવામાં આવ્યા

ગાંધીધામ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના સાઉથ વિસ્તારમાં લોકો અનેકવિધ સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. દૂષિત પાણીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને અન્ય પ્રશ્નો ઉકેલવા માટે આ વિસ્તારના નગરસેવકને રજૂઆત કરવામાંઆવી હતી. નગરસેવક દ્વારા તાકીદે પગલાં ભરાવીને જેટિંગ મશીનનો ઉપયોગ કરાવીને દૂષિત પાણીના સમસ્યાનો ઉકેલ લાવવા માટે પગલાં ભરવામાં આવ્યા હતા. અન્ય કેટલાય સહિતના પ્રશ્નો પણ ઉકેલવામાં આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં પાણી અને ગટરની નવી લાઈન નાખવામાં આવી રહી છે. પરંતુ હજુ કેટલાય વિસ્તારોમાં સમયાંતરે દુષિત પાણીની ફરિયાદો યથાવત રહેવા પામી છે. સાઉથના બ્લોક ચારમાં દુષિત પાણી ની ફરિયાદ ઉઠી હતી. ગટર લાઈન પર ચેક કરવા સહિતને લઈને ગટર લાઈન પણ કેટલીક જગ્યાએ ચોક અપ હોવાને લઈને પ્રશ્નો ઉદભવતા હતા.આ વિસ્તારના ભાજપના નગરસેવક કમલેશ પરીયાણીને નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવતા રાતોરાત કામ આરંભ્યું હતું. જે તે વિસ્તારોમાં ગટરલાઈન ચોકઅપ હતી તેનું માર્કિંગ કરીને કાદવ કાઢવાની કવાયત કરી પાણીનો નિકાલ થાય તે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અન્ય વિસ્તારોમાં આવી રીતે સ્ટ્રીટ લાઈટ સહિતની અન્ય સમસ્યા હતી તેનો પણ નિકાલ લાવવા માટે પગલાં ભરવામાં આવ્યા હતા.

દુષિત પાણીની ફરિયાદ નવી નથી
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવાર નવાર દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થાય છે. પાણીની લાઇન લીકેજ કે ગટર અને પાણીની લાઈન ઉપર નીચે હોવાથી ઉભી થતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા પગલાં ભરવામાં આવતા હોય છે. શહેરના હાર્દ સમા વિસ્તારોમાં સાઉથ વિસ્તારમાં પણ અગાઉ આવી સમસ્યા લોકો ભોગવી ચૂક્યા છે. અન્ય વોર્ડમાં પણ આવી રીતે સમયાંતરે ફરિયાદો ઉઠી રહી છે. પાલિકા દ્વારા તાકીદે આ રીતે કામગીરી કરાવી ને લોકોને દુષિત પાણીની સમસ્યા માંથી મુક્તિ આપવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંથી માંગણી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...