તૈયારી:ડીપીટી સહિત અન્ય બંદરોની માહિતી રજૂ કરાશે

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટી દ્વારા વાયબ્રન્ટ ગુજરાતને અનુલક્ષી થઇ રહી છે તૈયારી : અન્ય મહાબંદરોના અધિકારીઓ પણ હાજરી આપશે
  • ચીફ લેબર કમિશનર સાથે મળેલી બેઠક બાદ જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીન દયાળ પોર્ટ સહિત 12 મહાબંદરગાહોના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ડીપીટી દ્વારા સ્ટોલ રાખીને ત્રણ દિવસ માહિતી પણ પુરી પાડવામાં આવશે. પ્રેઝન્ટેશનને લઇને અધિકારીઓ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી રહી છે.

વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રેઝન્ટેશનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દીન દયાળ પોર્ટ દ્વારા લેવામાં આવતા પગલાથી લઇને થતા વિકાસલક્ષી આયોજનો અને સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે તે સહિતના મુદ્દે પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે.

સતત 13 વર્ષથી વધુ સમયથી નંબર વન બનેલા પોર્ટમાં ખાનગી બંદરોની હરીફાઇ અને અન્યની સરખામણીએ બંદરમાં વધુને વધુ કાર્ગો હેન્ડલીંગ થાય અને પોર્ટ યુઝર્સને સુવિધાઓ મળે તે માટે પણ જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ વખતે પણ પોર્ટને સતત ધમધમતું રાખવાના હેતુથી પગલા ભરવામાં આવ્યા હતા અને તેને કારણે પોર્ટ યુઝર્સને પણ જો કોઇ મજુરની કે અન્ય સુવિધાની જરૂર પડી હોય ત્યારે તેની ઉપલબ્ધી કરાવવા માટેના પ્રયત્નો કરાયા હતા. ચેરમેન એસ.કે. મેહતાના વડપણ હેઠળ નંદીશ શુકલા સહિતનો કાફલો કાર્યરત રહેશે.

ખાનગી બંદરોનું ધ્યાન રાખવું પડશે
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ હાલ હરીફાઇનો યુગ ચાલી રહ્યો છે ત્યારે જે તે યુઝર્સને સારી સુવિધાઓ મળશે તો તેની તરફ આકર્ષાશે તે પણ નક્કી છે. એક બાજુ દીન દયાળ પોર્ટ દ્વારા અનેકવિધ પડકારો સામે ટક્કર આપવામાં આવી રહી છે. પરંતુ કેટલીક ખામીને કારણે અવારનવાર પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે અને પોર્ટને નુકશાન થઇ રહ્યું છે. દરમિયાન હરિફાઇના જમાનામાં આગળ વધી શકાય અને વધુને વધુ સુવિધાઓ મળે તે માટે હજુ પ્રયત્ન કરવા જરૂરી બન્યા છે. બીજી તરફ જો કંડલા અને વાડીનારમાં વ્યવસ્થિત રીતે ધ્યાન ન અપાય તો અન્ય બંદર પણ નંબર વનની પોજીશન મેળવી શકે તેવી સ્થિતિ છે. આ બાબતે પણ ડીપીટીના અધિકારી - પદાધિકારી અને યુનિયનોએ ધ્યાન રાખવું પડશે.

બંદરગાહોની હડતાલ 27મી સુધી મુલત્વી
લેબર ટ્રસ્ટીની નિમણુંક માટે યુનિયન દ્વારા નામાંકનની પ્રર્થા ચાલુ રહેશે

દીન દયાળ પોર્ટ સહિત અન્ય બંદરોમાં બોનસ સહિતના અન્ય કેટલાક મુદ્દાઓ પર તબક્કાવાર વાટાઘાટો કરવામાં આવી હતી. ફેડરેશનો સાથે યોજાયેલી બેઠકોમાં કોઇ નિરાકરણ આવતું ન હતું. દરમિયાન તા.6થી હડતાલના એલાનની જાહેરાત કરવામાં આવી હતી. આજે ચીફ લેબર કમિશનર સાથે મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાથી હડતાલ 27મી તારીખ સુધી મુલત્વી રાખવામાં આવી હોવાનું એચએમએસના પ્રમુખે જણાવ્યું છે.

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી એલ. સત્યનારાયણે જણાવ્યું હતું કે, ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) સાથે 5 ફેડરેશનો અને આઇપીએના મેનેજમેન્ટ સાથે મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં સૂચિત હડતાલ 27-1 સુધી મુલત્વી રાખવા નક્કી કરાયું છે. જે નિર્ણયો લેવાયા છે તેમાં 2020-21 માટે બોનસમાં રાહતનો નિર્ણયનો સમાવેશ થાય છે. જેનો ટુંક સમયમાં ઓર્ડર બહાર પાડવામાં આવશે. લેબર ટ્રસ્ટીની નિમણુંક માટે નામાંકન મેળવવાની હાલની પ્રર્થા ચાલુ રાખવામાં આવશે.

આ બાબતે તમામ બંદરોને નિર્ણયની જાણ કરાશે. તા.1-10-20થી 30-6-21 સુધી ફીઝ કરાયેલ વીડીએના રીફંડ અંગે મેનેજમેન્ટે માંગને હકારાત્મક રીતે ધ્યાનમાં લીધી છે. તેનો પણ ટુંક સમયમાં આદેશ બહાર પડાશે. આગામી મીટિંગ તા.27મી જાન્યુઆરીના બોલાવવામાં આવી છે. આ સંદેશ ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોક ફેડરેશનના પ્રમુખ પીએ મહોમદ હનિફે આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...