માંગ:કાસેઝ સંગઠનમાં લેભાગુ તત્વોનો પગપેસારો : નિષ્કાસન આવશ્યક

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેકોર્ડીંગ બહાર આવ્યા બાદ કથિત આગેવાનો ભાગ્યા હતા

કાસેઝમાં વિવિધ સ્તરીય ગેરરીતીઓ ચાલતી હોવાની અને તેમાં કેટલાક લોકો વર્ષોથી મુળિયા જમાવીને દેશની તીજોરીમાં ખાતર પાડવાનું કામ કરતા હોવાનું પ્રકાશમાં આવતા સંગઠનમાં પણ ઉંડા ઉતરી ચુકેલા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેના નિષ્કાસનની શરૂઆત કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

ઝોનમાં અગાઉ ગાંધીધામના વેપારીની હત્યામાં સામેલગીરી બહાર આવી ચુકેલા, તેના ભાઈ, કથીત આગેવાન અને તેમને વેપારીમાં ખપાવીને ઝોનમાં પ્રવેશ મેળવી ચુકેલા અને તાજેતરમાં બેઝઓઈલ દાણચોરી પ્રકરણમાં સામેલ હોવાનું ખુલી ચુકેલી ટોળકી અંગે ઉચ્ચ સ્તરે ધ્યાન દોરવામાં આવ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે આ તત્વો ઝોનમાં મજબુત થતા ચાલે તે લોકશાહી અને સરકારની તીજોરી એમ બન્ને સ્તરે રોગ્ય સંદેશ નહિ હોય.

અગાઉ જ્યારે આંતરીક વિખવાદોને લઈને કલાક લાંબી ઓડીયો રીકોર્ડીંગ એક પક્ષ દ્વારા બહાર પડાઈ હતી, ત્યારબાદ તત્કાલીન અધિકારીનો સંગાથ આપવાના આરોપસર સંગઠનનો એક આગેવાન અમદાવાદ ભાગી ગયો હતો, તો બીજો હજી પણ ઝોનના ગેટ પાસેજ અન્યોનું સેટલીંગ કરાવી બેસવા દલાલીની ભુમીકા ભજવી રહ્યાની વાત સામે આવવા પામી છે.

પ્લાસ્ટીક અને કાપડની પરવાનગીઓ અંગે પણ ક્લાઈમેટ ચેન્જને લઈને મહત્વપુર્ણ આંતરરાષ્ટ્રીય સંમેલન યુએનમાં યોજાનારું છે ત્યારે અત્યાર સુધી થયેલી ગોબાચારીનો પ્રશ્ન ઉઠવાની અને અનધીકૃત રીતે મળેલી પરવાનગીઓ પાછી ખેંચવામાં આવે તેવો સુર પ્રબળ બનવા પામ્યો છે. નોંધવુ રહ્યું કે રોજગારીના નામે અહિ કેટલાક તત્વો લાખો લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે તેવા કાર્ગોને પણ આયાત કરવાની પરવાનગીને દર વર્ષે પરવાનો મળે તેવી કવાયત કરતા હોવાનો આક્ષેપ ઉઠતો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...