તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટ અભેરાઇએ:ગાંધીધામ નગરપાલિકાએ સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ પ્રત્યે દાખવી ઉદાસીનતા

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

તા.3 ના બાયસિકલ ડે અને તા.5 મીના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ પર્યાવરણના મુદ્દે જે ગંભીરતા તંત્ર દ્વારા દાખવવી જોઇએ તે કેટલાક અંશે દાખવવામાં ન આવતાં તેનું પરીણામ લોકોને ભોગવવું પડે છે. નગરપાલિકાને અંદાજે અઢી વર્ષ પહેલા સરકાર દ્વારા સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ તૈયાર કરીને દરખાસ્ત કરવા જણાવાયું હતું. જેને લઇને પ્રદૂષણની સમસ્યા થોડી ઘણી હળવી પણ થઇ શકે તેમ હતી. પરંતુ વિકાસના દાવા કરતા સત્તાધિશો દ્વાર ઉદાસીનતા દાખવવામાં આવી અને જેના પરીણામે આ પ્રોજેક્ટને અભેરાઇએ ચડાવી દીધો હોય તેવ તાલ સર્જાયો છે.

શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરે ઘરે ફોર વ્હીલર, ટુ વ્હીલર વાહન એકથી વધુ છે. પરીવારના સભ્યોની સરખામણીએ કેટલાક ફેમીલીમાં તો વ્યક્તિગત વાહનો હોવાથી પ્રદૂષણ વધી રહ્યું છે. 2000થી વધુ વાહનો ગાંધીધામ- આદિપુર સંકુલમાં અવરજવર કરતા હોવાને લઇને ઉભી થતી પ્રદૂષણની સમસ્યા ઉકેલવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત ચેકીંગ પણ કરવામાં આવે છે પરંતુ જે ગતિએ કામ થવું જોઇએ તે થતું ન હોવાને લઇને કેટલીક વખત પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે. ટાગોર રોડ પર વાહનોના ધુમાડાને લઇને પ્રદૂષણ વકરી રહ્યું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી જાય છે. છકડાથી લઇને અન્ય વાહનોના ધૂમાડાનું પ્રદૂષણ રેલવે સ્ટેશનથી લઇને આદિપુર સુધી ફેલાયેલું રહે છે. આવા સંજોગોમાં અગાઉ સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ બનાવવા આપવામાં આવેલી સૂચનાનું અનાદર કરીને પાલિકાએ પ્રદૂષણ મુદ્દે ચિંતાસેવવી જોઇએ તે ગંભીરતાથી વાત લીધી હોય તેમ જણાતું નથી.

પ્રોજેક્ટ શું છે? : પ્રદુષણ ન ફેલાવવા નગરઅધ્યક્ષાની અપીલ
સાઇકલ શેરીંગ પ્રોજેક્ટમાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે જુદા જુદા પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હોય ત્યાં સાઇકલ રાખતા હોય છે અને સાઇકલ ભાડે આપીને લોકોને સુવિધા પુરી પાડી વાહનોનું પ્રદૂષણ અટકાવવા પગલા ભરતા હોય છે. જોકે, નેતાગીરી દ્વારા પણ સાઇકલ શરીરના સ્વાસ્થ્ય માટે સારી ગણાવીને સંદેશાઓ મોકલવામાં આવે છે પરંતુ કેન્દ્રના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા જે રીતે સંસદભવનમાં સાઇકલ લઇને અવરજવર કરતા હોય તેવું ચિત્ર અહીંના નેતાઓમાં જોવા મળતું નથી. માત્ર પ્રસંગોપાત કોઇ ફોટા પડાવવા સાઇકલનો ઉપયોગ કરતા હોય તેમ જણાય છે. પાલિકાના મોટા ભાગના નગરસેવકો ફોર વ્હીલર કે ટુ વ્હીલર વાહન લઇને આવે છે. એક પણ નગરસેવક સાઇકલ લઇને આવતા નથી. જ્યારે બીજી બાજુ પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણીએ પોલ્યુશન ન ફેલાવતા હોય તેવા વાહનો બેટરીયુક્ત હોય તે વાપરવા અને કુદરતી ઓક્સિજન મળી રહે તે માટે વૃક્ષ વાવવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...