નિર્ણય:ભુખમરાની કગાર પર ઉભેલા અફઘાન.ને ભારત 50 હજાર ટન ઘઉં મોકલશે

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષેથી કંડલાથી ચાબહાર- કરાંચી પોર્ટના દરીયાઈ માર્ગે જથ્થો જતો હતો

છેલ્લા ચાર વર્ષ થી અફઘાનિસ્તાનમાં લોકોને ભુખમરાનો સામનો ન કરવો પડે તે માટે માનવીય આધાર પર મદદ રુપે હજારો ટન ઘઉંનો જથ્થો ભારત મોકલતું રહ્યું છે. આ માનવીય મદદના સંજોગોમાં પણ અવળચંડા પાકિસ્તાને પોતાના દેશથી પસાર થતો ટુંકો રસ્તો ન આપતા, ભારતે તેને બાયપાસ કરીને કંડલા થી ઈરાનના ચાબહાર પોર્ટ પર જથ્થો મોકલીને ત્યાંથી અફઘાનિસ્તાન પહોંચવાનો માર્ગ અખત્યાર કર્યો હતો. પરંતુ હવે જ્યારે આપતકાલ જેવી પરિસ્થિતિ છે ત્યારે ભારતે માનવીય અભીગમને આગળ ધરી પાકિસ્તાનને ટુંકો માર્ગ આપવા જણાવ્યું છે. નોંધવુ રહ્યું કે લાંબા સમય સુધી ચાબહાર પોર્ટના વિકાસમાં ડીપીટી, કંડલાનો પણ ફાળો રહ્યો છે.

પાકિસ્તાનને તેનીજ રમતમાં કોર્ડન કરી દીધુ હોય તેવી રણનીતી અને માનવીય અભીગમ એમ બન્નેનું સંતુલન જાળવવામાં ભારત સફળ રહ્યું હોવાનું હાલ તુરંત સામે આવી રહેલા અહેવાલો પરથી પ્રતીત થઈ રહ્યું છે. પડોસી દેશો જ્યારે કુદરતી કે કોઇપણ આપદામાં હોય તે સમયે ભારતે હંમેશા પ્રથમ પગલું ભરીને મદદ માટે આગળ આવ્યાનો રેકોર્ડ જાળવ્યો છે. અફઘાનિસ્તાનના મામલે પણ છેલ્લા પાંચ વર્ષેથી દેશ નિર્માણમાં ભારતની મહત્વની ભુમીકા રહી છે. ત્યારે ડીપીટી, કંડલા થી ભારતનાજ સહયોગથી વીકસી રહેલા ઈરાન સ્થિત ચાબહાર પોર્ટ સુધી ઘઉંની મદદનો મોટો જથ્થો તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લીલીઝંડી આપીને મોકલ્યો હતો. ત્યારબાદ આજ માર્ગે ઘઉંનો જથ્થો મોકલવાનું ચાલુ રાખ્યુ. જેમાંથી ઘણી વાર તો તાલીબાને કબ્જો કરી લીધાના ન્યુઝ પણ આવતા રહ્યા હતા.

આ વખતે જ્યારે વૈશ્વિક સંગઠનો કહે છે કે આગામી શિયાળામં અફઘાનિસ્તાનમાં અડધો અડધ પ્રજા પુરતા ભોજન માટે પરેશાન થઈ શકે તેવી સ્થિતિ છે ત્યારે ભારતે 50 હજાર ટન ઘઉંનો જથ્થો તુરંત અફઘાનિસ્તન મોકલવા પાકિસ્તાનને માર્ગ આપવા જણાવ્યું છે. અત્યાર સુધી નન્નેયો કરતુ પાક. એ જો ભારતની મદદને રસ્તોન અ આપે તો તેની છબી ખરડાશે તેવા ભયથી વાઘા અટારી બોર્ડરથી માર્ગ આપવાના સંકેત અપાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...