તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કંડલા સંકુલમાં વધતા વિશ્વાસઘાત, ચોરીના બનાવમાં કાર્યવાહી જરૂરી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોયાબીન ઠગાઇ મુદ્દે ચાલકોની અટકમાં પોલીસના ઠાગાઠૈયા
  • ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોશિયેસને કરેલા આક્ષેપ : શું હવે કાર્યવાહી કરાશે ?

કંડલામાં સોયાબીન ઠગાઈના બનાવમાં ટ્રકનો કબજો લેવામાં તથા ટ્રકચાલકની અટક કરવામાં પોલીસ સક્રિય ન હોવાના તેમજ ઠાગાઠૈયા કરતી હોવાના આક્ષેપ ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોશિયેસન દ્વારા કરવામાં આવ્યા હતા. એસોશિયેસને કરેલા આક્ષેપો મુજબ કંડલા સંકુલમાં વધતા જતા ચોરી, ઠગાઈના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસ અટક કરે તો જ આવા બનાવ બનતા અટકે તેમ છે. કંડલા પોલીસ મથકે રૂા. 1.41 કરોડની સોયાબીન ખોળની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દર્શાવવામાં આવેલા ટ્રકનો કબજો મેળવવામાં તથા ચાલકોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે.

વાહનોના નંબર અને ચાલકોના નામ હોવા છતાં તેમાં કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ કરાયા હતા. કંડલા, ગાંધીધામ વિસ્તારમાં આવેલી કંપનીઓ, કંડલા બંદર પર થતાં માલસામાનના પરિવહન દરમ્યાન અમુક તત્ત્વો ચોરી અને છેતરપિંડી કરી લાખો, કરોડોનો માલસામાન ઓળવી જતા હોય છે. પોલીસ ફરિયાદ બાદ એકાએક આવા માલસામાનના જથ્થાને પોલીસ શોધી લે છે. અમુક જથ્થો રિકવરી કરી અમુક શખ્સોની અટક કરી સંતોષ માની લે છે, પરંતુ આ બનાવોના મૂળ સુધી જવામાં પોલીસ વામણી સાબિત થઈ રહી છે.

તેના કારણે જ આવા તત્ત્વોને બળ મળે છે અને આવા બનાવોને કોઈ પણ ભય વગર અંજામ આપતા ફરે છે.દોઢ કરોડના સોયાબીન પ્રકરણમાં પણ અમુક માલ રિકવર કરાયો છે. અમુક અટક પણ બતાવાઈ છે, પરંતુ પ્રશ્ન એ છે કે ટ્રક અને ચાલકો કેમ પકડાતા નથી. જો આવા બનાવોને બનતા અટકાવવા હોય તો નીચેથી તપાસ ચાલુ કરવામાં આવે તો મોટા માથાઓના નામ પણ બહાર આવે તેમ છે.

આવા મોટા માથા સાણસામાં આવશે તો જ આવા બનાવો બનતા અટકશે. દોઢ કરોડના સોયાબીન પ્રકરણમાં પણ વાહન અને તેના ચાલકોને પકડી પાડી નીચેથી તપાસ હાથ ધરાય તેવી માંગ ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસો. દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...