તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ ઉદ્દઘાટન:રામબાગ ખાતે 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી સમયે ઓક્સિજનની તંગી ગાંધીધામ- આદિપુર સહિતના વિસ્તારોમાં પડી હતી. ઓક્સિજન ન મળતાં દર્દીઓના મોત પણ થયા હતા. દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવે તેવી વાત મુકવામાં આવી હતી અને દીન દયાળ પોર્ટ દ્વારા અગાઉ ગોપાલપુરીમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની સાથે સાથે રામબાગમાં પણ આ વ્યવસ્થા ઉભી કરવા જાહેરાત કરાઇ હતી. તા.7મીના રોજ શિપિંગ મંત્રી દ્વારા વર્ચ્યુઅલથી ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવશે. રામબાગના આ ઓક્સિજન પ્લાન્ટમાં જનરેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે અને પ્રતિ કલાક 20 હજાર લીટરનું ઉત્પાદન થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

દીન દયાળ પોર્ટ દ્વારા સીએસઆરની પ્રવૃતિ પણ કરવામાં આવશે. ચેરમેન એસ.કે. મેહતા અને તેની ટીમ દ્વારા તબક્કાવાર કોરોનાની મહામારી સામે પોર્ટને સતત ધમધમતંુ રાખવાની સાથે સાથે તકેદારીનાપગલા અને લોકોને સુવિધાઓ મળે તે માટે પગલા ભરાયા હતા. લોકડાઉનમાં જરૂરતમંદ લોકોને 10 હજાર રાશનકીટનું વિતરણ ડીપીટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન બપોરે 3 કલાકે કરવામાં આવશે. દિલ્હીથી ર્વચ્યુઅલ થકી કરાનાર ઉદ્દઘાટનનું વીડીયો કોન્ફરન્સ થકી તેનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સૌ પ્રથમ ચેરમેન પ્રાસંગીક ઉદ્દબોધન કરશે. ત્યાર બાદ મંત્રી વાસણભાઇ આહિર, સંસદ સભ્ય વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે પ્રાસંગીક ઉદ્દબોધન કરશે. કેન્દ્રના શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા ઇ-ઉદ્દઘાટન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...