તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબીંગ:વોર્ડ-12/બીમાં બીજાનો પ્લોટ દબાવી દુકાનો ઉભી કરી દેવાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિવૃત મહિલા પોલીસ કર્મી અને તેની દિકરી વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ તળે ગુનો

ગાંધીધામના વોર્ડ-12/બીમાં આવેલો પ્લોટ પચાવી તેના ઉપર દુકાનો અને ઓરડીઓ ઉભી કરનાર નિવૃત મહિલા પોલીસ કર્મી અને તેમની દિકરી વિરૂધ્ધ પ્લોટ માલિકે નવા કાયદા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કલેક્ટરને કરેલી ફરિયાદ બાદ એ-ડિવિઝન મથકે નવા કાયદા તળે ગુનો નોંધાયો હતો.

આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ગાંધીધામના સેક્ટર-2 માં રહેતા અને હાલ નિવૃત જીવન દહેરાદૂન ખાતે સાધના સેવા કેન્દ્ર ખાતે ગાળી રહેલા 71 વર્ષીય દિલીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે વર્ષ-2009માં મુ઼બઇ રહેતા આનંદ તોતારામ સીધવાણી પાસેથી વોર્ડ-12/બી માં આવેલો પ્લોટ નંબર 60 વેંચાણે લીધો હતો. જેની એસઆરસી અને ડીપીટી ના તમામ રેકોર્ડમાં તેમના માલિકી હક્કની નોંધ પાડવામાં આવેલી છે. આ પ્લોટ એમ જ પડ્યો હતો.

બે ત્રણ વર્ષ બાદ તેમને જાણવા મળ્યું હતું કે તેમની માલિકીના આ પ્લોટ ઉપર પોલીસ ખાતાના નિવૃત કર્મચારી રાજીબેન કાલીદાસ સેનમા અને તેમની દિકરી ગીતાબેન કાલીદાસ સેનમાએ દબાણ કરી તેના ઉપર પાકી દૂકાનો તથા કાચી ઓરડીઓ બનાવી છે. રાજીબેન પોલીસ કર્મચારી છે અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દે તેવી બીક લાગતાં આ બાબતે વધારે કંઇ કર્યું ન હતું. પાંચેક વર્ષ પહેલાં રાજીબેનનું અવસાન થયું હતું. તેમની દિકરી ગીતાબેન કાલીદાસ સેનમા દુકાનો અને ઓરડીઓનું ભાડું ઉઘરાવી ગેરકાયદેસર ભાડાની આવક મેળવે છે.

તેમને અવાર નવાર વિનંતી કરવા છતાં તેઓ કબજો છોડવા તૈયાર ન હોતાં તેમણે તા.13 જાન્યુઆરી 2021 ના રોજ નવા કાયદા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કચ્છ કલેક્ટરને ફરિયાદ અરજી કરી હતી જે અંતર્ગત તા.5 એપ્રીલ 2021 ના રોજ જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં નવા કાયદા હેઠળ ગુનો નોંધવા બાબતે કચ્છ કલેક્ટરે પુર્વ કચ્છ પોલીસવડાને કરેલા હુકમ બાદ એ-ડિવિઝન પોલીસ મથકે નવા કાયદા તળે ગુનો નોંધાયો હતો. આ કેસમાં વધુ તપાસ ડીવાયએસપી વી.આર.પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...