તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંદર વર્ષથી હતી માંગ:વોર્ડ 12માં 18 દબાણને આખરે હટાવાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવાના કામમાં બાધિત હતા દબાણ
  • સરદાર પટેલની પ્રતિમા પાસે ચાવલા ચોક પાસેનીજ આ લાઇનમાં અસામાજિક પ્રવૃતિઓના ધમધમાટની પણ હતી જુની રાવ

ગાંધીધામના પ્રવેશ દ્વાર સમા સરદાર પટેલ પટેલી પ્રતિમા પાસેની ગલીમાં વર્ષોથી થયેલા અને વધતા જતા દબાણ પર આખરે નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું. અહિ અસામાજિક ગતીવીધીની પણ ફરિયાદો વધતી જતી હતી.

વોર્ડ 12 વિસ્તારમાં આવતા મુખ્ય ધોરી માર્ગની પાછળની ગલી વિસ્તારમાં વર્ષોથી દબાણ વધતુ જતું હોવાની ફરિયાદ ઉઠતી રહી હતી. શુક્રવારના સવારે બુલડોઝર સહિતના સરંજામ સાથે નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ સહિતના સ્થળ પર ધસી ગયા હતા અને કાચા, પાકા, પતરાના નાના મોટા ઘર, કેબીન, સહિતના 18 દબાણને તોડી પડાયા હતા. અંદાજે 15 જેટલા વર્ષથી આ દબાણ પર કાર્યવાહી કરવાની માંગ વધતી જઈ રહી હતી.

જે પાછળ અહિ વધતી વિવિધ અસામાજિક પ્રવૃતિની ફરિયાદો પણ કારણભૂત હતી. હવે જઈને જ્યારે અહિ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાનું કાર્ય કરવાનું છે ત્યારે તેના પર આ દબાણ આડખીલી રુપ હોવાથી આ કાર્યવાહીને અંજામ અપાયો હોવાનું પાલિકાના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. વર્ષો જુના દબાણના કારણે વિખવાદ ના સર્જાય તે માટે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પીઆઈ ડી.એમ. ઝાલા, ચીફ ઓફિસર, કારોબારી પ્રમુખ, ઓએસ, દબાણ શાખાના અધિકારી, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

હાઇવેનું લેવલ ઉંચું હોવાથી પાણી નિકળી નથી શકતંુ
થોડા વરસાદમાં શહેરના અંતરીયાળ વિસ્તારો સાથે શહેરનુું નાક ગણાતા પ્રવેશ દ્વાર સમા રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં વાહન પણ ચાલી ના શકે એટલા પાણી ભરાઈ જાય છે. જેનું એક મહત્વપુર્ણ કારણ હાઇવેનું લેવલ ઉંચુ હોવાથી પાણી આગળ વહી નથી શકતું તે પણ છે. જેથી વરસાદી પાણીના નિકાલ અર્થે પાઈપ લાઈન નાખવાની દિશામાં પાલિકા કાર્ય કરી રહી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...