તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વોંધડામાં સાસુ અને જેઠના પુત્રોએ ધોકો મારી ઢસડી, પતિએ છરી મારી

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સબંધી સાથે વાત કરી રહેલી મહિલા પર કુટુંબીઓનો હુમલો
 • અગાઉના અણબનાવનું મનદુ:ખ રાખી અંજામ અપાયાની ફરિયાદ

ભચાઉ તાલુકાના વોંધડામાં અગાઉ જેની સાથે અણબનાવ થયો હતો તે સબંધી સાથે વાત કરી રહેલી પરિણિતાને સાસુ અને જેઠના પુત્રો ધોકો મારી ઢસડી ઘરમાં લઇ ગયા હતા ત્યારબાદ તેના પતિને જાણ કરતાં પતિએ આવીને પત્નીને ગાલ ઉપર છરી મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

વોંધડાના ક્રૃષ્ણ મંદિર પાસે રહેતા 25 વર્ષીય ચંદ્રિકાબેન ગાંગાભાઇ શામળીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રે તેઓ ઘર પાસે આવેલા માતાજીના મંદિરનો દરવાજો બંધ કરવા ગયા ત્યારે તેમના કૌટુંબિક સબંધી બાબુ મેશન ડુંગરિયા ત્યાંથી પસાર થતા હતા તેમણે પુત્રની પુછા કરતાં ઉભા રહેતાં તેઓ તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના જેઠના બે પુત્રો રમેશ અને રાહુલ ત્યાં આમવ્યા હતા અને રમેશના હાથમાં ધોકો હતો તે જેમતેમ બોલી ઉગામતાં તેમને ખભા ઉપર લાગ્યો હતો જેના કારણે થયેલી રાડોરાડથી તેમના સાસુ સમીબેન ગાંગાભાઇ શામળીયા આવી તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ત્રણે જણા તેમને ઢસડીને ઘરમાં લઇ ગયા હતા.

ત્યારબાદ તેમણે પતિ ગાંગાભાઇને ફોન કરી બાબુ મોશન સાથે દરવાજા પાસે ઉભીને વાત કરતા હોવાનું જણાવતાં બાબુ મોશન સાથે તેમના પત્નીને અગાઉનો અણબનાવ હોઇ અને તે બાબતે પતિએ બાબુ વિરૂધ્ધ કેસ કરાવવાનું કહેતાં તેમણે કેસ કરવાની ના પાડી દેતાં ઉશ્કેરાયેલા તેમના પતિએ ભેઠમાંથી છરી કાઢી ગાલ ઉપર ઇજા પહોંચાડી હતી. ભચાઉ પોલીસે પતિ સહિત પચ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો