રાપર તાલુકાના ઉમૈયા ખાતે આંતરીક જુની તકરારનું મનદુ:ખ રાખી છરી અને ધારીયા સાથે બે જુથ બાખડ્યા હતા જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી, સામસામે થયેલી આ મારામારીમાં રાપર પોલીસ સ્ટેશનમાં કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાપરના ઉમૈયા ખાતે ગત સાંજે બનેલી આ ઘટનામાં કેતનભાઇ બાબુભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભાઇ હિતેશભાઇ ગામમાં ગોવિંદ પુજા જાદવની દસીકરીના લગ્ન હોઇ જાન આવી હતી તે જોવા ગત સાંજે ગયા હતા. ત્યારે ત્યાં હાજર રૂડાભાઇ દેવાભાઇ પરમારે અમે તમારી સાથે બોલતા નથી તો તમે કેમ લગ્ન જોવા આવ્યા કહી ગાળો આપી હતી. કરશનભાઇ દેવાભાઇ જાદવે તેમને ધોકા વડે માર મારી હાથ, પગ અને પીઠમાં ઇજા પહોંચાડી હતી. પ્રફ્ફુલભાઇ રૂડાભાઇ જાદવે તેમને છોડાવવા વચ્ચે આવેલા પિતા બાબુભાઇને છરી વડે આંગળીમાં ઇજા પહો઼ચાડી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
તો સામે પક્ષે કરશનભાઇ દેવાભાઇ જાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ખેતરમાં આવેલા વોકળામાંથી રેતી ન લેવા મુદ્દે બોલાચાલી કરી કેતન બાબુભાઇ, હિતેષ બાબુભાઇ અને બાબુભાઇ મેમાભાઇ પરમારે બોલાચાલી કરી છરી, ધારિયા લઇને આવેલા આ ત્રણે જણાએ ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાપર પોલીસે બન્ને પક્ષની ફરીયાદના આધારે છ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.