ક્રાઇમ:તુણામાં કુખ્યાત ગુનેગારે ASIને છરીના ઘા માર્યા

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામમાં માથાભારે તત્વોને ડામવા હવે તો ધાક બેસાડતી કાર્યવાહી જરૂરી
  • નંબર પ્લેટ વગરની બાઇક પર બેઠેલા આરોપીની પુછપરછ કરતાં ઉશ્કેરાયો

ગાંધીધામ-કંડલા સંકુલમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અમુક માથા ભારે તત્વોને હવે તો ખાખી વરદીનો ભય પણ ન રહ્યો હોય તેવી ઘટના આજે બબનવા પામી હતી જેમાં તુણા ખાતે નંબર પ્લેટ વગરની બાઇક પર બેઠેલા કુખ્યાત ગુનેગારને વરદીમાં સજ્જ કંડલા મરિન પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરે પુછતાછ કરતાં ઉશ્કેરાયેલા તે શખ્સે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી જવા પામી હતી.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, કંડલા મરિન પોલીસ મથકની હદમાં આવતા તુણા ખાતે પોતાની વરદીમાં સજ્જ કંડલા મરિન પોલીસ મથકના એએસઆઇ મહેશભાઇ જયરામભાઇ ચાવડા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તુણા પીરવાડી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની બાઇક પર બેઠેલા લૂંટ અને ચીલ ઝડપના ગુનાઓને અંજામ આપનાર કુખ્યાત ગુનેગાર કીડાણાનો શબ્બીર .ર્ફે શબલો અકબર ચાવડાને મહેશ ચાવડાએ પુછપરછ કરતાં ઉશ્કેરાયેલા શબ્બીર ઉર્ફે શબલાએ છરી વડે તેમના ઉપર હુમલો કર્યો હતો જેમાં સ્વ બચાવમાં તેમણે હાથ આડો રાખતાં હાથમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત એએસઆઇને પ્રથમ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયા સહિતના અધિકારીઓ હોસ્પિટલ ધસી ગયા હતા. આ ગંભીર ઘટનાનેઅંજામ આપનાર શબ્બીર ઉર્ફે શબલો હુમલો કરી નાસી ગયો હતો જેને પકડવા જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા છે.

પરંતુ વરદીમાં સજ્જ પોતાનીસ ફરજ પર હાજર પોલીસ કર્મી ઉપર છરી વડે હુમલો થવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટના બાદ એટલું ચોક્કસ કહી શકાય કે આવા તત્વોને ડામવા ધાક બેસાડતી કાર્યવાહી થવી હવે સંકુલ માટે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...