તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગળપાદરમાં મા. શાળાનું બાંધકામ ક્યારે શરૂ થશે?

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે જર્જરિત રૂમમાં કામકાજ ચલાવાય છે

ગળપાદરમાં 2018થી સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. બે જર્જરિત રૂમમાં પ્રાથમિક કુમાર શાળા ચલાવવામાં આવી રહી છે અને ધો.9 અને 10ના વર્ગમાં 100 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. જેના જીવનનું જોખમ છે. ગામના છાત્રોને ગામમાં જ ધો.11 અને 12ની સુવિધા મળે તે માટે ભવાનીનગરમાં ચાર એકર જમીન ફાળવવામાં આવી છે તેનું બાંધકામ લાંબા સમયથી અટક્યું છે. આ બાબતે ગ્રામજન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીથી લઇને શિક્ષણ મંત્રી સહિતનાને રજૂઆત કરવામાં આવી છે. ગળપાદરમાં ચાલતી શાળા જર્જરિત હોવાની સાથે રૂમ પણ નાના હોવાથી બાળકોના આરોગ્યનું જોખમ રહ્યું છે. પ્રગતિના પંથે રહેલા ગામમાં માધ્યમિક શાળા શરૂ થતાં સારૂં શિક્ષણ પણ મેળવી રહ્યાનો દાવો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

હસમુખભાઇ ગજ્જર નામના વ્યક્તિ દ્વારા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય, શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી ભવિષ્યમાં ધો.11-12 સુધીનો અભ્યાસ અહીં શરૂ થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા માધ્યમિક શાળા માટે ભવાનીનગરમાં ચાર એકર જમીન ફાળવી છે. તેનો હવાલો આપીને શાળાઓ હાલ બંધ હોવાથી શાળાનું બાંધકામ ઝડપી થઇ શકે તેમ જણાવી વિલંબમાં પડેલા શાળાના નિર્માણના કાર્યમાં વેગ આપવા માગણી કરાઇ છે. વળી, કોરોના કાળને લઇને સામાજિક અંતર જાળવવું મહત્વનું હોવાનું પણ કહીને વિદ્યાર્થીઓની સલામતી માટે મોટી જગ્યા મળી રહે તેવી લાગણી પણ વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો