તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:DPTની ત્રીજી સીફ્ટમાં સરકારે ક્રેન ડ્રાઈવરની સેવાને લઈને વાદ વિવાદ

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાયર ઓથોરીટીની મંજુરી લઈ ટ્રાફિક મેનેજરે કરેલો ઓર્ડર
 • ડીએલબીમાંથી મીંન્ચ મેન બનેલા કામદારોએ કર્યો વિરોધ

ડીપીટી પ્રશાસનની મજુર વિરોધી નીતિ સામે કુશળ અકુશળ અસંગઠીત કામદાર સંગઠન દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જુદા જુદા મુદાઓ પૈકી આ યુનીયનનો એકમુદો સરકારી ક્રેનોનું વધારે બુકિંગ કરી, સરકારી ક્રેન ડ્રાઈવરોની સેવા લેવાનો મુદો હતો. પ્રશાસન દ્વારા 5મીએ એચએમસી અને શોર ક્રેન્સમાં ક્રેન ડ્રાઈવરની ફાળવણી બાદ ક્રેન ઓપરેટરોની મીન્ચ મેન તરીકે ફરજ લેવામાં આવે, આ અમલવારીમાં વિવાદ થતા અગાઉ ડીએલબીમાંથી મીંચ મેન બનેલા કામદારોએ આ ડ્રાઈવરોનો વિરોધ કરતા ડ્રાઈવરો ડ્યુટી વગર પરત ફર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કુશળ અકુશળ સંગઠનના જનલર સેક્રેટરી વેલજી જાટે જણાવ્યું હતું કે ટ્રાફિક મેનેજરે તા.05ના ઓર્ડર ઈશ્યું કર્યો હતો. અમલવારી એટીએમ તુષાર પટેલને જવાબદારી સોંપાઈ હતી.

જેના આધારે તેવોએ બુકિંગ ક્લાર્કને સુચના આપી હતી કે તા.05ના રાત્રે 11 થી 7 સુધી બીજી સીફ્ટમાં તમામ સરકારી ક્રેન ડ્રાઈવરોની મીન્ચમેન તરીકે સેવા લેવાનું શરૂ કરાય. બે જુથ વચ્ચે થયેલા સંઘર્ષ પછી ડીપીટી દ્વારા ડીપીટીના ટ્રાફિક વિભાગે ક્રેન ડ્રાઈવરોની બુકિંગ રદ કરી હતી. પ્રશાસન સમક્ષ માંગણી છે કે ક્રેન ડ્રાઈવરોના ઓર્ડર મીન્ચ મેન તરીકે સેવા લેવાનું નક્કી કર્યું હોય તો શા માટે ડ્રાઈવરના ઓર્ડર રદ કર્યા. ડ્યુટી પર કેમ લેવાયા નહિ? સુલેહ શાંતી, કામદારોમાં જળવાઈ રહે તે માટે ડીપીટીએ પગલા ભરવા જોઇએ. ડીપીટીના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે નિર્ણય જે અગાઉ કર્યો હતો, તેની પુનઃ વિચારણા કરાશે, હાલ નિર્ણય સ્થગીત રાખ્યો છે. પોર્ટને કોઇ નુકશાન થયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો