તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:રાપરના તકિયાવાસમાં યુવાને ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં પ્રૌઢે પોતાના ઘરે આત્મહત્યા કરી

જિલ્લામાં આપઘાતના વધુ બે બનાવ પૂર્વ કચ્છમાં નોંધાયા છે. જેમાં રાપરના તકિયાવાસમાં યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાની, તો અંજારમાં પ્રૌઢે ગળે ફાંસો ખાઇ આયખું ટુંકું કર્યું હોવાની એમ બે અપમૃત્યુની ઘટના નોંધાઇ છે.

રાપરના તકિયાવાસમાં રહેતા 22 વર્ષીય વાલજીભાઇ કેસરભાઇ ગોહિલે ગત 11 વાગ્યે પોતાના ઘરે જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવી લીધું હતું. તેને લઇ આવનાર જેઠાભાઇ કરમાભાઇ સોલંકીએ કરેલી જાણ રાપર સીએચસીના તબીબે પોલીસને કરતાં આ યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પીએસઆઇ જી.જી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

તો,અંજારની ગુલાબમિલ પાસેના નવાનગરમાં રહેતા 52 વર્ષીય ખીમાભાઈ ભીખાભાઈ ગામોટે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ સવારે 9થી 10 વાગ્યાના અરસામાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જે બાદ તેમને અંજારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...