તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરે જવું છે!:સવાર પડે ને શ્રમિકો મામલતદાર કચેરીએ મંજુરી મેળવવા માટે રઝળપાટે નિકળી પડે છે

ગાંધીધામ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાંથી આજે બે ટ્રેનમાં અંદાજે 3500 જેટલા શ્રમિકોને ગોરખપુર મોકલાયા
  • વતન જવા અધીરા બનેલા શ્રમિકોમાં ઉચાટ : તંત્ર દ્વારા તમામની વ્યવસ્થા થશે તેવી અપાય છે ખાતરી

ચરંગી વસતી ધરાવતા ગાંધીધામમાં લોકડાઉન હળવું થતાં જ પરપ્રાંતમાં રહેલા શ્રમિકોએ વતનની વાટ ભણવાનું મન મનાવી લીધું છે. અત્યાર સુધી 5 ટ્રેનમાં અંદાજે 5400 શ્રમિકોને ટ્રેનમાં વતનમાં મોકલી આપવામાં આવ્યા છે. હજુ પણ અંદાજે 5000 જેટલા શ્રમિકો વતન જવા માટે અધિરા બન્યા છે. મામલતદાર કચેરીએ રોજેરોજ દિ ઉગે અને મંજુરી મેળવવા માટે શ્રમિકોના ટોળા ઉમટે છે. સામાજિક અંતર જળવાય તે માટે પ્રયત્ન પણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે એક વ્યક્તિ અન્યોના ફોર્મ લઇને જાય છે. દરમિયાન આજે ગોરખપુર માટે બે ટ્રેનમાં 3000થી વધુ શ્રમિકોને ગોરખપુર રવાના કરવામાં આવ્યા હતા.  ગાંધીધામના વિવિધ ક્ષેત્રમાં શ્રમિકો કાર્યરત છે જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન વગેરે પ્રાંતનો સમાવેશ થાય છે. આ શ્રમિકો હાલ વતન જવા માટે તૈયાર થતા હોવાથી મંજુરી સહિતના મુદ્દે દોડધામ કરે છે. સવારથી નિકળી પડતા આ શ્રમિકો મામલતદાર કચેરી સામે ડેરો જમાવીને કલાકો સુધી તડકામાં તપે છે. આ શ્રમિકો માટે પાણીની પણ કોઇ વ્યવસ્થા નથી. મંજુરી માટે આવતા આ શ્રમિકોની રઝળપાટ પછી ચોક્કસ તારીખે તેમને સૂચના આપવામાં આવે છે તે મુજબ મોકલવામાં આવે છે. 
બિહારથી 450 શ્રમિકો લાવવા કોશિશ
ગાંધીધામની રીશી શિપિંગ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવીને યુરીયામાં કામગીરી માટે બિહારમાંથી શ્રમિકોને ગાંધીધામ લાવવા માટે મંજુરી મેળવવા હીલચાલ કરી છે.અગાઉ ભાવનગરમાંથી આ કંપનીએ શ્રમિકો મંગાવ્યા હતા અને શ્રમિકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ મુવમેન્ટમાં અન્ય સ્થળોથી શ્રમિકોને બોલાવવા માટે તેઓએ તજવીજ કરી છે અને અંદાજે 450 જેટલા મજુરોને બિહારથી બોલાવવા માટે કરવામાં આવેલી દરખાસ્ત પર હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાના સંકેત મળી રહ્યા છે.  શ્રમિકોની અછતને કારણે ડીપીટી બંદરમાં પણ આગામી દિવસોમાં તેની અસર પડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
UPની ટ્રેન ન ઉપડી, કેટલાક બેઘર બન્યા
પગપાળા આવ્યા પછી મંજુરીનો કાગળ આપીને કેટલાક શ્રમિકો આજે પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે રવાના થયા હતા. છકડા ચાલક સાથે ભાડાની બાબતે રકઝક કરીને ઓછું ભાડું લેવા માટે વિનંતી પણ કરી હતી. જ્યારે છકડા ચાલકે પણ પોતાની મજબુરી જણાવીને ત્રણથી વધુ મુસાફરો નહીં લઇ શકું તેમ કહીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જ્યારે બીજી બાજુ કેટલાક શ્રમિકોએ અગાઉ ટ્રેન નક્કી થયા પછી ખોલી ખાલી કરી દીધા પછી બેઘર સ્થિતિમાં મુકાતા અન્યત્ર વ્યવસ્થા કરવી પડી હતી.
તડકામાં તપસ્યા | સાત માસના સંતાનને લઇને દંપતીની દોડધામ
પેટ કરાવે વેઠ તે મુજબ રોજગારી મેળવવા આવેલા શ્રમિકો હવે કોઇપણ સંજોગોમાં પોતાના વતન જવા ઇચ્છા રાખી રહ્યા છે. જોકે, હજુ પણ કેટલાક શ્રમિકોને મનાવવામાં આવ્યા પછી અને કામ શરૂ થઇ જતાં જુદા જુદા ક્ષેત્રમાં કામે લાગી ગયા છે. દરમિયાન આજે છત્તીસગઢના શ્રમિક લાલ દેવદાસ મંજુરી મેળવવા માટે તેમની પત્ની અને માત્ર સાત મહિનાના સંતાનને લઇને તડકામાં રઝળપાટ કરતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી અહીં રહ્યા છીએ પરંતુ હવે માતા-પિતા પાસે જવું છે. 
ટ્રેનમાં કર્મભૂમિ છોડવાનું દુ:ખ પણ કેટલાક શ્રમિકોના ચહેરા પર વંચાતું હતું
ગાંધીધામથી ગોરખપુર શ્રમિકોને લઇ જવા માટે આજે બે ટ્રેન રવાના કરવામાં આવી હતી. જુદા જુદા સમયે રવાના થયેલા ટ્રેનમાં કર્મભૂમિ છોડવાનું દુ:ખ પણ કેટલાક શ્રમિકોના ચહેરા પર વંચાતું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કાનજીભાઇ ભર્યા, પુનીત દુધરેજીયા, તારાચંદ ચંદનાની, વિજયસિંહ જાડેજા સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લીલીઝંડી ન આપવાની  વાતનો પણ આ આગેવાનોએ છેદ ઉડાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો