તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હિટ એન્ડ રન કેસમાં પોલીસને 304ની કલમ લગાવવી પડી

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્લો સર્કલે કેન્ડલ માર્ચ યોજી આંદોલન કરાયું હતું

આદિપુર જુમા ફાટક પાસે હિટ એન્ડ રનના બનાવમાં પોલીસે હળવી કલમ લગાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. બેના મોતની ઘટનામાં 304ની કલમ લગાવવા અખિલ કચ્છ મહેશ્વરી સમાજ સહિતનાએ આંદોલન કર્યું હતું. જેના ભાગરૂપે આખરે પોલીસને આ કલમ લગાવવાની ફરજ પડી હોવાનો દાવો કરાયો છે. આદિપુર જુમા ફાટક પાસે બહુ ચર્ચિત ઘટના એટલે મયુર થારુ અને અયાન થારુ નું હિટ રનમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં કલમ 304 ઉમેરવામાંના આવી હતી.

એ સદર્ભમાં ગત તા. 15-08ના ગાંધીધામ ઓસ્લો મધ્યે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યું અને સર્વ સંગઠન દ્વારા 304 કલમ ઉમેરવાની માંગ કરવામાં આવી હતી. જેમાં અખિલ કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ સ્પષ્ટ ચીમકી આપી હતી. કે જો આ કેસમાં એ 304 કલમ નહિ ઉમેરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા એસપી કચેરી સામે અચોક્કસ મુદતની ધરણાની વાત કરવામાં આવી હતી એને ધ્યાને લઇ અને આજ રોજ આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા દ્વારાએ કલમ ઉમેરવામાં આવી છે.

એવુ જણવવા આવ્યું હતું. આ સર્વે સંગઠન અને સર્વ સમાજ ના આગેવાનો તેમજ સમાજના જાગૃત લોકોની એકતા અને લડતની તૈયારીની આ જીત છે. આજે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે અખિલ કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી અધ્યક્ષ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરી, ગાંધીધામ તાલુકા પ્રમુખ પંકજ નોરિયા અને મરણજનારના ભાઇ દિલીપ થારુ અને દિનેશ સીજુ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...