ક્રાઇમ:પારિવારીક ડખામાં હવે ભત્રીજાને મોટા બાપાએ છરીના ઘા ઝીંક્યા

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કિડાણામાં બાઇક હટાવવા મુદ્દે યુવાનને પાઇપથી ફટકાર્યો

ગાંધીધામમાં બે દિવસ પહેલાં પારિવારિક ડખામાં નાના ભાઇએ ભત્રીજા સાથે હુમલો કર્યો હોવાની ફરિયાદ વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા મોટાભાઇએ નોંધાવ્યા બાદ આજે ભત્રીજાએ મોટાબાપા વિરૂધ્ધ પિતાને છરી મારી મારકૂટ કરી હોવાની ક્રોસ ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. તો કિડાણામાં બે જણાએ યુવાનને બાઇક હટાવવા મુદ્દે પાઇપ વડે માર માર્યો હોવાની ઘટના બી-ડીવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. +

આદિપુર વોર્ડ-4/બી માં રહેતા અને પિતાની સાથે જ કામ કરતા રાહુલ ઉર્ફે કરણ દિનેશભાઇ કંકોડીયાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ, તા.5/1 ના સાંજે તેમના પિતા દિનેશભાઇ અને તે ઓફિસે હતા ત્યારે મોટાબાપા મનોજભાઇ છોટાલાલ કંકોડીયા ત્યાંથી નિકળ્યા હતા અને પિતાને ભૂ઼ડી ગાળો બોલી નીકળી ગયા હતા. તેમના પિતાજીની તબીયત નાદુરસ્ત રહેતી હોવાને કારણે તે પિતા સાથે મોટાબાપાને ઘરે જઇ અમને કેમ ગાળો બોલો છો કહેતાં મનોજભાઇ અને તેમના પત્ની રેખાબેન ઉશ્કેરાઇ ભૂ઼ડી ગાળો આપતાં તેમને ગાળો બોલવાની ના પાડી તો બન્ને જણાએ ધક બુશટનો માર માર્યો હતો. મનોજભાઇએ ગાડીમાંથી છરી કાઢી મારવા જતાં રાહુલે હાથ આડો દેતાં જમણા હાથના કાંડામાં છરી લાગી હતી.તે સમયે તેમના ભાઇ ચિરાગ, કૃણાલ તથા તેનો મિત્ર શાલીગ્રામ આવી જતાં મોટા બાપા અને કાકી અંદર જતા રહ્યા હતા. તેમણે નોંધાવેલી ક્રોસ ફરિયાદના આધારે પોલીસે બે વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો કિડાણા મીયાણાવાસમાં રહેતા 28 વર્ષીય ઇમરાન આમદભાઇ કકલ મોડી સાંજે પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે પડોશમાં રહેતા અસગર બાબા મથડાએ અને તેના પિતા કાબા હારૂન મથડાએ બાઇક હટાવવા મુદ્દે બોલાચાલી કરી અસગરે લોખંડનો પાઇપ માથામાં ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી..

અન્ય સમાચારો પણ છે...