તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:સમાજની ચર્ચામાં ઝગડો, મારામારી ,6ને ટાંકા આવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હુમલા અને મારામારીની 5 ઘટનાઓ પોલીસ ચોપડે ચડી : 4 અલગ બનાવમાં છરી, ચપ્પાનો ઉપયોગ
 • ‘બાપુજીને કોણે ધક્કો માર્યો?’ કહી રેલવે ઝૂંપડામાં વિખવાદ

ગાંધીધામમાં તહેવારોના ટાંકણે હુમલા અને મારામારીના બનાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. પોલીસ મથકોમાં ગત બે દિવસોમાં કુલ 5 ઘટનાઓ ચોપડે ચડી હતી. ગોપાલપુરી રેલવે ઝુપડામાં સમાજની ચર્ચામા થયેલા મનદુખ બાદ રાત્રે મારામારી થતા 6ને ટાંકા આવ્યા હતા. અને સામસામે ફરીયાદ નોંધાઇ હતી.

ગોપાલપુરી રેલવે ઝુપડા વિસ્તારમાં બપોરે સમાજ અંગે ચર્ચા દરમ્યાન થયેલી બોલાચાલી અને ઝગડો રાત પડતા સુધીમાં મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં બંન્ને તરફે મહિલાઓ સહિત 7 ને ઈજા પહોંચી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ભંવરલાલ ભેરાજી ચૌહાણે આરોપી ભેરારામ આશારામ પરમાર, ભેરારામની પત્ની લક્ષ્મીબેન, તેનો દિકરો વિનોદ અને રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ધુળેટીના દિવસે ફરિયાદી તેના મામાના ઘરે હતા ત્યારે સમાજના લોકો હોય ચર્ચા ચાલતી હતી. જે દરમ્યાન રાજેશ અને કનૈયાલાલનો ફરિયાદીના મામા સાથે ઝગડો થઈ ગયો અને મામલો જપાજપી સુધી પહોંચતા તેવો ઘરે આવતા રહ્યા હતા.

દરમ્યાન રાત્રીના બાઈક રાજેશ અને કનૈયાલાલના બનેવી ભેરારામ, તેના પત્ની અને દિકરો વિનોદ આવી ગયા હતા અને ‘મારા બાપુજીને ધક્કો કોણે માર્યો હતો?’ તેમ કહી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. ફરિયાદીએ બાબત પતી ગયાનું જણાવીને માફી પણ માંગતા હોવાનું કહ્યું હતું, પણ આરોપીએ છરી લઈને ફરિયાદીના મામા તરફ મારવા દોડતા તેમના પત્નીને કપાળમાં છરી મારી હતી, જે સીલસીલામાં ઝપાઝપીમાં ફરિયાદી, અવાજથી આવી ગયેલા પડોસી અને તેના પત્ની, મામા, મામી મળીને 5 લોકોને ઈજા પહોંચી હતી અને ટાંકા આવ્યા હતા.

બીજી તરફ સામી ફરિયાદ નોંધાવતા ભેરારામ આશારામ પરમારે આરોપી ભંવરસિંહ ભેરારામ, ભંવરસિંગની પત્ની, તેના મામા મામી અને તેમના પાડોસી મદનભાઈ સામે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે તેમને ફોનથી જાણ થઈ હતી કે તેમના સાળા અને આરોપીના મામા સાથે ઝગડો થયો છે. જેથી તેવો પોતાની પત્ની અને બાળકને લઈને બાઈક પર ભંવરભાઈના ઘરે સમજાવવા આવ્યા હતા, ત્યારે તેમણે લોખંડનો પાઈપ કાઢીને તેમજ અન્ય આરોપીઓએ ધોકા લઈને માર માર્યો હતો. જેમાં ફરિયાદીના પત્નીને માથામાં ટાંકા આવ્યા હતા.

સે.7માં ફોન પર જોરથી વાત કરવાની બબાલ
ગાંધીધામના સેક્ટર 7 વિસ્તારમાં રહેતા ધનજંય રામનાથ પાંડેએ કમલેશ મારવાડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે ગત સોમવારના સાંજે તે પોતાની ઓરડીમાં ફોન પર વાત કરતો હતો ત્યારે બાજુની ઓરડીમાં રહેતો કમલેશ આવીને ફોન પર જોર જોરથી કેમ વાત કરે છે ? કહીને અપશબ્દો આપીને ચાકુ જેવા હથીયાર થી હાથ અને છાતીમા મારીને ઈજા પહોંચાડી હતી. તો ઓરડીના માલીકનો પુત્ર તેને ઠપકો આપવા ગયો તો તેના પર પણ હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.

મોડી રાત્રે ક્યાં જાય છે ? કહીને ચપ્પુ માર્યુ!
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ઘનશ્યામભાઈ રામેશ્વર પાસવાને અજાણ્યા વ્યક્તિ કે જેને તેવો જોવાથી ઓળખે છે, તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેવો પીએસએલ ઝુપડા વિસ્તારમાં રહે છે, જ્યાં રાત્રીના 11:30 વાગ્યે જમીને સાળાના ઘર પાસે ગલીમાં જતા હતા અત્યારે અડધી રાત્રે દરવાજો કેમ ખોલે છે? અને અત્યારે ક્યાં જાય છે? તેમ કહીને અજાણ્યા શખસે ચપ્પુ કાઢીને ફારિયાદીના કમર અને હાથમા મારતા ઈજા પહોંચી હતી. લોકોએ શખસને પકડી લીધો હતો અને તેને પણ મુઢ માર જેવી ઈજા પહોંચી હતી.

એક્ટીવાની ચાવી પરત આપવા જતા યુવાન પર હુમલો
એ ડિવિ. પોલીસ મથકે હિરેન યોગેશભાઈ મકવાણાએ દેવ વાઘવાણી, પ્રેમ વાઘવાણી, રાજાભાઈ વાઘવાણી અને દીલીપ સરદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દેવ પાસેથી ફરીયાદીના મિત્રએ એક્ટીવાની ચાવી પાછી આપવા જતા મનદુખ રાખીને આરોપીઓએ ફરિયાદીને અપશબ્દો આપીને, છરી વડે માથા અને હાથમાં ઈજા પહોંચાડી હતી. આરોપીઓ સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો