રાપર તાલુકા ના ગેડી ગામે પીયરીયાઓના સતના પારખા કરાવવા સાસરા પક્ષે ઉકળતા તેલમાં હાથ નખાવવાની શરમજનક ઘટનામાં સ્થાનિક પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.
રાપર તાલુકાના ગેડી ગામ મધ્યે ગેડી ગામે આવેલ મેલડી માતાના મંદિર ખાતે તા.10/8 ના રોજ ઉકળતા તેલમાં બળજબરી પૂર્વક દિકરીના પરિવારના છ યુવાનોના હાથ નખાવી દાઝી જવાની શરમજનક ઘટનાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ બાતમીના આધારે ત્વરીત કાર્યવાહી કરી ગેડીની સીમમાંથી આ શરમજનક કૃત્યને અંજામ આપનાર સોડાભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી, લીંબાભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી, રાયમલભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી, ધનાભાઇ ઢેલાભાઇ ઉર્ફે ઢેબાભાઇ કોલી, લખાભાઇ ધરમશીભાઇ કોલી અને કાનાભાઇ રત્નાભાઇ કોલીને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં રાપરના પીઆઇ સાથે સ્ટાફના હેડકોન્સ્ટેબલ જયેશ ચૌધરી કોન્સ્ટેબલ તેજા રબારી,હીતેશ ત્રિવેદી,વસરામ ચૌધરી તથા કિરણભાઇ બારોટ સહિતની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.