તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:તુણાની વાડીમાંથી નર કંકાલ મળી આવતાં મોટા દિવસોમાં દોડધામ, મળેલો કંકાલ, વાળ કંડલા મરીન પોલીસે એફએસએલ માટે મોકલ્યા

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકાના તુણા ગામની વાડીમાંથી મોટા દિવસોમાં નર કંકાલ મળી આવતાં દોડધામ મચી હતી. કંડલા મરિન પોલીસે કંકાલ અને વાળ એફએસએલ માં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.તુણાના ટીંબાવાસમાં રહેતા નુરમામદ ઇશાભાઇ બાપડાએ કંડલા મરિન પોલીસને આપેલી વિગતો મુજબ, તેઓ તુણા ખાતે રાશનની દુકાન ચલાવે છે સાથે ગામની સર્વે નંબર 285 નંબરની જમીન પર તેમને વાડી આવેલી છે તા.12/11 ના તેઓ સાંજે પોતાની દુકાને હતા ત્યારે ગામમાં રહેતા ગબ્બરકરોન બાપડા અને વિરમ સોમાભાઇ રબારી તેમની દુકાને આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તમારી વાડીમાં ઢોર ચરાવી રહ્યા હતા.

ત્યારે વાડીની વચ્ચે એક ખાડો હતો અને આજુ બાજુ હાડકા અને વાળ પડેલા જોયા હતા. ગત સવારે તેઓ પોતાની વાડીએ ગયા અને તપાસ કરી તો ખાડો હતો અને તેની બાજુમાં કપડા તથા વાળ અને છુટા છવાયા હાડકાના ટુકડા પડ્યા હતા. આ બાબતે તેમણે કંડલા મરિન પોલીસને જાણ કરતાં તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને ખાડામાંથી નર કંકાલ બહાર કાઢ્યું હતું. થોડે દુર ખોપડી પણ મળી હતી.

નુરમામદે પોલીસને જણાવ્યું હતું કે તેઓ 20 દિવસ પહેલાં આ વાડી જોવા આવ્યો હતો અને તેની વાડીએ કામ કરતો રાધનપુરનો ધનભાઇ ઠાકોર સાતમ આઠમ- નવરાત્રી કરવા ગયા બાદ બે-ત્રણ દિવસ જોવા મળ્યો ન હતો ત્યારે ખાડો કે હાડકા જોવા મળ્યા ન હતા. પોલીસે હાલ આ નર કંકાલ એફએસએલ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં તપાસ પીઆઇ એમ.બી.ઝાલા ચલાવી રહ્યા છે.
જનાવરે ખાડો કરી કંકાલ દાટ્યું હોવાનું ફરિયાદીએ જણાવ્યું
તુણાની વાડીના મધ્ય ભાગમાં ખાડામાંથી મળી આવેલા નર કંકાલ કોનું છે એ બહાર નથી આવ્યું પણ ફરીયાદી નુરમામદ ઇશાભાઇ બાપડાએ જનાવરે ખાડામાં દાટેલું હોવાનું જણાવ્યું છે ત્યારે એફએસએલના રિપોર્ટ બાદ જ વધુ જાણકારી મળશે, હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો