મારામારી:સુંદરપુરીમાં બે પરિવાર સામાન્ય મુદ્દે બાખડી પડ્યા, ચાર ઘાયલ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના નવી સુંદરપુરીમાં રામદેવજી મંદિરની બાજુમાં રહેતા બે પરિવારો સામાન્ય મુદ્દે સામસામે આવી ગયા હતા.જેમાં બન્ને પક્ષના ચાર લોકોને ઇજા પહોંચી છે, તો સામસામે નોંધાવેલી ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે બે મહિલા સહિત છ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

નવી સુંદરપુરીમાં રહેતા ઇમરાનખાન ઇકબાલખાન પઠાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત સાંજે 5 વાગ્યે ઘરે હતા ત્યારે ઘરની બહાર રાડા રાડી થતાં તેઓ બહાર આવ્યા હતા અને જોયું તો પડોશમાં રહેતા દિનેશભાઇ દેવીપૂજક અને તેના પત્ની લીલાબેન તેમના માતા જાયદાબેન ઉર્ફે ઝરીનાબેન તથા ભાઇ સલમાન સાથે બોલાચાલી કરી રહ્યા હતા. દિનેશ સલમાનને ધક બુશટનો માર મારી રહ્યો હતો તેવામાં દિનેશના પિતા ડાહ્યાભાઇ દેવીપૂજક પણ ત્યાં આવી ગયા હતા અને દિનેશે ઇમરાનને લાકડાનો ધોકો માથામાં ફટકારી ઇજા પહોંચાડી હતી તો સલમાનને ડાહ્યાભાઇએ લાકડાના ધોકા વડે ફટકારી ઇજા પહોંચાડી હતી.

તો , સામે પક્ષે દિનેશભાઇ ડાહ્યાભાઇ દેવીપૂજકે પણ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, ઘરની બહાર અવાજ થતાં તેઓ બહાર આવીને જોયું તો ઝરીનાબેન અને સલમાન તેમના પત્ની લીલાબેન સાથે બોલાચાલી કરી રહ્યા હતા. તેમણે ઝઘડો ન કરવા સમજાવ્યું તો ઝાયદાબેન ઉર્ફે ઝરીનાબેને તેમના પત્ની લીલાબેનને ધક બુશટનો માર માર્યો હતો અને ઇમરાનખાને ફરિયાદીને લોખંડનો પાઇપ ફટકારી કપાળમાં ઇજા પહોંચાડી હતી અને તેમના પિતાને ધોકો મારી ડાબી આંખમાં ઇજા પહોંચાડી હતી. પોલીસે બન્ને પરિવારોની સામસામી ફરિયાદના આધારે 6 વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવા હી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...