તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શિવાજી પાર્કમાં રાજાપાઠમાં ચોકીદારે લોકોને ગાળો આપી, એક તરફ પાણીનું તળાવ ભરાયું તો બીજી તરફ ફુવારો કોરો ધોકાર

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શીવાજી પાર્કમાં જાણે જંગલરાજ ચાલતું હોય તેમ બુધવારના સવારે બગીચામાં આવેલા લોકોએ જોયું કે અહી કાર્યરત ચોકીદાર સાથે અન્ય એક વ્યક્તિ રાજાપાઠ અવસ્થામાં બગીચામાં સુતેલાને ઉઠાડવાનો પ્રયાસ કરતા લોકોને અપશબ્દો આપ્યા હતા.

મોહનભાઈ પમનાનીએ જણાવ્યું કે તેવો અને તેમના મીત્રો રોજ સવારના 6:30 વાગ્યે વોર્કિગ માટે આવે તો ચોકીદાર તેમજ અન્ય એક તેનો પરિવારજન નશામાં ધુત પડ્યા હોય છે. તેમને આવીને ઉઠાડવા પડે છે, પાણી આવે તો આપતા નથી અને પાઈપ ખુલ્લો રાખી દેતા પાણીનું તળાવ ભરાઈ જાય છે, જ્યાં લોકો બેસી પણ શકતા નથી. તો બીજી તરફ જીવતો વીજપોલ અહી પડી કરંટ કોઇના જીવને હાની પહોંચાડી શકે છે. પાણીનું તળાવ ભરાઈ ગયુ છે પાણી ના અભાવે નવા છોડ સુકાઈ ગયા છે. દેશી દારુની ખાલી થેલી તેમજ અન્ય સામગ્રી પણ નજરે ચડતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી હતી.

લોકોએ કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી!
શીવાજી પાર્કમાં પણ કાંઈ સમસ્યા હોય તો સ્થાનિકોને પણ બધાને ખબર છે, કે કોને ફોન કરવો. જે તે પુર્વ નગરસેવક અને કોન્ટ્રાક્ટરને લોકોએ ફોન કરીને ફરિયાદ પણ કરી હતી, જેમણે સમસ્યાના સમાધાનની ખાત્રી પણ આપી હતી!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો