તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમાણિકતા:સામખિયાળીમાં રેલ્વે પોલીસે પ્રવાસીનું 30 હજાર રોકડ સાથેનું પર્સ શોધી આપ્યું

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ વસતા પ્રવાસી પાકિટ ટ્રેનના બાથરૂમમાં ભૂલી ગયા હતા

સામખિયાળી સ્ટેશન પર બાન્દ્રા-ભુજ સુપરફાસ્ટ ટ્રેનમાંથી પ્રવાસીનું રૂ.30 હજાર રોકડ ભરેલું પર્સ રેલ્વે પોલીસના ત્રણ જવાનોએ શોધી પરત કર્યું હતું. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મુળ રાપર તાલુકાના કાનમેરના હાલે મુંબઇ વસતા 37 વર્ષીય દિનેશભાઇ રાઘવજીભાઇ પટેલ તા.2/6 ના રોજ બાન્દ્રાથી સુપરફાસ્ટ ટ્રેનમાં સામખિયાળી આવવા નિકળ્યા હતા.

અમદાવાદ આવી ગયા બાદ તા.3/6 ના સવારે 9 વાગ્યે તેઓ બાથરૂમ ગયા ત્યારે પોતાનું રૂ.30 હજાર રોકડ ભરેલું પર્સ વોશ બેશિન પર રાખ્યું હતું જે ભુલી ગયા હતા. સામખિયાળી આવતા પહેલાં પર્સ યાદ આવતાં તેમણે શોધખોળ કરી પરંતુ ન મળતાં આ બાબતે સામખિયાળી રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે પોલીસના હેડકોન્સ્ટેબલ મોહનભાઇ , રામદેવસિંહ અને કોન્સ્ટેબલ જમીયતખાનને આ હકિકત જણાવતાં ત્રણે જણાએ તેમનું રુ.30 હજાર રોકડ ભરેલું પર્સ શોધી પરત કર્યું હતું. રેલ્વે પોલીસના જવાનોએ કરેલી કામગીરીને તેમણે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...