તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:પોર્ટ કોલોનીમાં નકલી પોલીસે ઘરમાં ઘુસીને 17 હજાર ખંખેર્યા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સો કોણ?
  • ચોરી-ઠગાઇના વધતા બનાવો અંગે ઉઠતી રાવ

ગાંધીધામ મધ્યે આવેલી ડીપીટીની પોર્ટ કોલોની ગોપાલપુરીમાં ગત રોજ ઘુસી આવેલી કારમાં નકલી પોલીસ બનીને કેટલાક શખ્સોએ પોર્ટ કર્મચારીના ઘરમાં ઘુસીને તેમને ડરાવીને બહાર જઈને 17 હજાર ખંખેરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. પોલીસ પણ આ ઘટનાક્રમ ધ્યાને આવતા હરકતમાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશ્વનીય સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોપાલપુરીમાં ગત રોજ ઘુસી આવેલી કારમાં રહેલા શખ્સોએ પોર્ટ ક્વાટરમાં ઘુસ્યા હતા અને પીડીતને સોશ્યલ મીડીયામાં કરેલા સંદેશાઓ દર્શાવીને તે અંગે ભય આપ્યો હતો. જે અંગે ‘પતાવટ’ કરવાનું કહીને બહાર લીલાશાહ સર્કલ બોલાવી ત્યાં 17હજાર રોકડ અપાઈ હતી. આ ઘટનાક્રમ પોર્ટ કોલોનીમાં થયો હોવાનું બહાર આવતા પોર્ટ કર્મીઓમાં ચર્ચા અને ભયનો સબબ બન્યો હતો. જે અંગે પોલીસને જાણ કરાતા તે પણ હરકતમાં આવીને પોર્ટ કોલોનીમાં આવીને પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

જેમાં જે તે કાર નંબર પ્લેટ વિનાની હોવાનું પણ સામે આવી રહ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ કોલોનીમાં ચોરી ચકારીના બનાવો વધી રહ્યાની યુનીયનો દ્વારા રજુઆત કરાઈ હતી ત્યારે તે અંગે પોર્ટ પ્રશાસન ક્યારે જાગશે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...