તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પીકઅવર્સમાં તંત્રને રોડનું કામ યાદ આવ્યું, ટ્રાફિક અટવાયો

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ થતા કામમાં ગુણવતા જળવાય છે? ઉઠતા સવાલ
  • સૂચના મુક્યા વિના આડી જીપ ગોઠવી દેતા નાગરિકો અવઢવમાં મુકાયા

ગાંધીધામમાં અચાનક પ્રશાસનને રોડ બનાવવાનુ યાદ આવ્યું હોય કે તેમ આખા શહેરમાં એક સાથે રોડના કાર્યોની શરૂઆત કરી દેવાઈ છે. તેમાંય શહેરની મુખ્ય માર્કેટનો ઝવેરી રોડ પર સવારના પીકઅવર્સમાં રોડ અચાનક બંધ કરી દેવાતા નાગરિકોમાં અવઢવ ભરી સ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

શહેરની મુખ્ય બજારના એક તરફના માર્ગ પર બુધવારના સવારે પીકઅવરમાં રોડ આડે જીપ રાખી દેવાતા નાગરિકો અવઢવ પરિસ્થિતિમાં મુકાયા હતા. કોણે અને કેમ આ કારસો કર્યો છે તે જાણવા કેટલાક વાહન ચાલકો ઉતરીને પુછપરછ કરવા પણ આવી ચડ્યા હતા. તો કેટલાકે વાહન હટાવવા પણ કહ્યું હતું.

પરંતુ રોડના કામ માટે સફાઈ કરાતી હોવાનું ત્યારબાદ સામે આવ્યું હતું. નિયમાનુસાર રાખવા પડતા સીમાચીહ્નો અને કામ ચાલુ હોવાના બોર્ડ પણ લગાવવાનું ઠેકેદાર કે પ્રશાસને ઉચીત સમજ્યું નહતું. તો શહેરમાં વિવિધ સ્થળોએ થોડા કલાકોમાંજ બની જતા રોડમાં ગુણવત જળવાય છે કે કેમ? તે પ્રશ્ન જાગૃત નાગરિક રાજેશ લાલવાણી સહિતનાએ ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...