ક્રાઇમ:નવી સુંદરપુરીમાં નજીવી બાબતે પિતા - પુત્રએ બાઇક ચાલકને ધારીયું માર્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોના મોટા દિવસોમાં મારામારીની ઘટના નોંધાઇ
  • સામે પક્ષે પિતા પુત્રએ પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી : ઇજાગ્રસ્તને રામબાગ ખસેડાયો

ગાંધીધામના નવી સુંદરપુરીમાં તહેવારોના મોટા દિવસે નજીવી બોલાચાલી બાદ મારકૂટ થઇ હતી જેમાં પિતા-પુત્રએ ધારીયા વડે યુવાનને ઇજા પહોંચાડી હોવાની, તો સામે પક્ષે પિતા-પુત્રએ બાઇક પર આવેલા બે ઇસમોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જુની સુંદરપુરી રહેતા 21 વર્ષીય મિલન ગોવિંદભાઇ પાતારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે પોતાના મિત્ર અલ્લુ શાંતિભાઇ સાથે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે તલાવડી વઢીયારી વિસ્તારમાં દેવેશ નામના છોકરાએ તેમને રોક્યા હતા અને તે અલ્લુ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.

છોકરાએ બોાચાલી બાદ છરી કાઢતાં તેના હાથમાંથી તેણે છરી ઝુંટવી લીધી હતી ત્યાં જ તે છોકરાના પિતા દિનેશભાઇ ઉકાભાઇ વણકરે આવીને તેમને ધારીયું માથામાં મારતાં નીચે પડી ગયા હતા જેમાં તેમનો મોબાઇલ તથા રૂ.19,800 રોકડ ક્યાંક ગૂમ થઇ હતી.

પાછળ સવાર તેનો મિત્ર અલ્લુ ત્યાંથી ભાગી ગયો હતો.તો સામે પક્ષે દિનેશ ઉકાભાઇ વણકરે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર દેવેશ આઇસ્ક્રીમ લેવા જઇ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા અલ્લુ બારોટ અને એક અજાણ્યા ઇસમે રોક્યો હતો અને થપ્પડ મારી હતી તે વાતની જાણ તેમને થતાં તેઓ પણ ત્યાં ગયા તો તેમને પણ છરી લઇને આવેલો અલ્લુ રાડો રાડ થતાં ભાગી ગયો હતો. બન્ને પક્ષની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આ ફૂટપાથ પર ધંધો કરવો હશે તો હપ્તો આપવો પડશે કહી શ્રમિકને ડરાવાયો
ગાંધીધામના ખોડિયારનગમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો 22 વર્ષીય ગૌતમ તેજાભાઇ દેવીપૂજક છેલ્લ 10 વર્ષથી દિવાળીના તહેવાોમાં ઝંડા ચોક ખાતે ફૂટપાથ પરરંગોળીના રંગો વેંચે છે. આ વખતે પણ તે ત્યાં ધંધો કરવા માટે ઉભો હતો પરંતુ ગત રાત્રે ખોડિયારનગરમાં રહેતો હમજા ઇલિયાસ જુસબ કુંભારે આવીને તારે આ ફૂટપાથ પર ધંધો કરવોહશે તો રૂપિયા આપવા પડશે કહીડરાવી ધમકાવી ઉઘરાણી કરવાની કોશિષ કરી હોવાની ફરિયાદ તેણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...