તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નવી સુંદરપુરીમાં ટેન્કરમાંથી 28.74 લાખના ચોરાઉ ઓઇલ સાથે 1 પકડાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખોટી કામગીરી કરી 50 હજારની ખંડણી પોલીસે માગી હોવાનો મુસ્લીમ અગ્રણી દ્વારા આક્ષેપ
  • ટેન્કર સહિત કુલ રૂ.43.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો : પોલીસે કહ્યું કાયદેસર કાર્યવાહી કરી છે

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.28.74 લાખના ટેન્કરમાંથી પામઓઇલ ચોરી કરતા એક શખ્સને પકડ્યા બાદ શહેરના મુસ્લીમ અગ્રણીએ બોર્ડર રેન્જ આઇજીપીને પોલીસે આ ખોટી રીતે કામગીરી કરી રૂ.50 હજારની ખંડણી માગી હોવાના આક્ષેપ સાથે જવાબદાર પોલીસ અધીકારી અને કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ ઘટનાની વિગતો એવી છે કે, એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઇ ડી.એમ.ઝાલાને મળેલી બાતમીના આધારે નવી સુંદરપુરીના ઇમામ ચોકખાતેથી ટેન્કરમાંથી પામોલિન ખાદ્ય તેલની ચોરી કરી રહેલા નવી સુંદરપુરીના ઇમામ ચોકમાં જ રહેતા રહેમતુલ્લા ગુલમામદ રાયમાને રૂ.28,74,000 ની કિંમતના 23,950 કિલો ખાદ્ય તેલ સાથે પકડી ટેન્કર સહિત કુલ રૂ.43,74,000 ના મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

આ કામગીરીની પ્રેસનોટ પણ પોલીસે જાહેર કર્યા બાદ ગાંધીધામ શહેરના મુસ્લીમ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના એક્ઝ્યુકેટિવ મેમ્બર હાજી જુમ્મા રાયમાએ બોર્ડર રેન્જ આઇજીપીને એ-ડિવિઝન પોલીસ મથકના જવાબદાર કર્મચારીઓ વિરૂધ્ધ પગલાં ભરી ગુનો નોંધવા માગણી કરી છે જેમાં તેમણે રહેમતુલ્લા ગુલમામદ રાયમાના ઘર પાસે પડેલા ટેન્કરમાંથી તેઓ 2 થી 3 લીટર જે નિતાર કહેવાય તે કાઢી રહ્યા હતા જે તેઓ રસોઇમાં ઉપયોગ કરે છે

તેમ છતાં પોલીસ કર્મીઓ જે આપસમાં એક બીજાને કિશોર અને પૃથ્વીના નામનું સંબોધન કરતા હતા તેમણે રહેમતુલ્લા પાસે રૂ.50 હજાર ખંડણી માગી જો નહીં આપે તો તેલ ચોરીના કેસમાં ફીટ કરવાની ધમકી આપી ગાડી પોલીસ મથકે લઇ ગયા હતા. સ્થાનિક સમાચાર પત્રોને એ-ડિવિઝન પોલીસે પ્રેસનોટ પણ અપી હતી. આ ખોટી કામગીરી કરનાર જવાબદાર પોલીસ કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે.

આ સવાલો મુસ્લીમ અગ્રણીએ ઉઠાવ્યા
પોલીસે પ્રેસ યાદીમાં તેલ ચોરી કરતા પકડેલ અને ડ્રાઇવરની અટક કરી હોવાનું બતાવ્યું છે. જેની અટક 41-ડી મુજબ થયેલ છે. કોઇ ડ્રાઇવરની અટક કરાઇ નથી તો પ્રેસનોટમાં ખોટી માહિતી પ્રસિધ્ધ કેમ કરવામાં આવી ? ગાડીનું વજન કરાવવા વે-બ્રીજ પર ગાડી લઇ જવામાં આવી નથી પોલીસ સ્ટેશનમાં જ બેઠા બેઠા વે બ્રીજ ચિઠ્ઠી (કાંટા ચિઠ્ઠી) બનાવવામાં આવી છે જે સીસી ટીવી ચેક કરવાની માગણી હાજી જુમ્મા રાયમાએ કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, સાગર નામના માણસ જે દારૂનો બુટલેગર છે તેને ઘરની સામે દારૂ વેંચવાની ના પાડતાં તેના કહેવાથી આ દરોડો પાડવામાં આવ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. આ રીતે ખોટી કામગીરી કરનાર જવાબદાર પોલીસ કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે.

અમે કાયદેસર કામગીરી કરી છે -PI
આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઝાલાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે કાયદેસર કાર્યવાહી કરી છે. જેમાં કોઇને પણ ખોટું લાગતું હોય તો કાયદેસર કાર્યવાહી તેઓ પણ કરી શકે છે. આ આક્ષેપ ખોટા હોવાનું તેમણે જણાવી પોલીસે કાયદાના દાયરામાં રહીને કામગીરી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...