તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મીઠીરોહરમાં સિક્યુરિટીને મારી દરવાજો તોડી ટ્રક હંકારી જવાઇ

ગાંધીધામ / અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પૂર્વ કચ્છમાં મારામારીની 3 ઘટનામાં 4 ઘાયલ, 8 સામે ફરિયાદ
 • ખંભરામાં સીમકાર્ડ મુદ્દે માતા-પુત્રીને માર મરાયો
 • સામખિયાળીમાં ઉતાવળ કરતાં ગ્રાહકને ટામી ફટકારાઇ

પૂર્વ કચ્છમાં મીઠીરોહર, ખંભરા અને સામખિયાળી ખાતે મારામારીની બનેલી ત્રણ ઘટનાઓમાં 4 ઘાયલ થયા હતા તો 8 વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. મીઠીરોહર પાસે મહિન્દ્રાના શોરૂમ શાંતિનાથ મોટર્સ પ્રા.લી. માં સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય હરિઓમ કિશનસિંગ ચૌધરી ગત સવારથી કંપનીના ગેટ પર તૈનાત હતા. સાંજે પાંચ વાગ્યે શામજીભાઇ આહીર નામની વ્યક્તિએ ગાડી બહાર કાઢવી છે દરવાજો ખોલ કહેતાં, સિક્યુરિટી સુપરવાઇઝરે તેમને ગેટ પાસ લેતા આવો પછી ગાડી અંદર લઇ જાવ કહેતાં શામજીભાઇએ તેને ભૂ઼ંડી ગાળો આપી હતી તેમની સાથે આવેલા અજાણ્યા વ્યક્તિએ પહેલાં તેમને માર મારી રાજુભાઇ આહીરને રાજુ તું ગાડી લઇ જોઇએ કોણ રોકે છે કહેતાં રાજુભાઇ આહિરે કંપનીનો મેઇન ગેટ તોડી ટ્રક કાઢી નુકશાન પહોંચાડ્યું હતું અને ત્રણે જણા ચાલ્યા ગયા હતા.

આ બાબતે તેમણે ત્રણે વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના ખંભરા ગામે રહેતા 55 વર્ષીય ફાતમાબેન જુસબભાઈ કુંભારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમના ગામમાં જ રહેતા રાજેશ ઉર્ફે ભોલિયો રામજી આહીર અને નિર્મલસિંહ હઠીસિંહ જાડેજા બાઇક પર આવી આરોપી રાજેશે મારૂં સીમકાર્ડ તારી પુત્રી પાસે છે જે પરત આપ તેવું કહી ફરિયાદીને ધોકાથી માર માર્યો હતો. જેમાં ફરિયાદીની પુત્રી વચ્ચે પડતા તેને પણ ધોકાથી માર મારતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તો રાપરના કાનમેર રહેતા 23 વર્ષીય નવિનભાઇ જેશાભાઇ કોલી ગત બાલાસરી ગામ રહેતા તેમના બહેનને હોળીના તહેવારનો રાયડો આપી મિત્ર હરેશરભાઇની બાઇક પર સામખિયાળી આવ્યા હતા અને આમલેટ ખાવાની ઇચ્છા થતાં શબ્બીરભાઇ ઓસમાણભાઇ મનસુરીની ગાડી પર આમલેટનો ઓર્ડર આપી મોડું થાય છે જલ્દી આપજો કહેતાં ઉશ્કેરાયેલા શબ્બીરે ટામી માથામાં ફટકારી હતી અને તેની સાથેના અજાણ્યા બે ઇસમોએ લાકડી અને ધકબુશટનો માર મારી ઇજા પહોંચાડી હતી. સામખિયાળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો