તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં રૂકાવટ:મેઘપર (બો)માં ખેડૂત પિતા-પુત્રએ નર્મદા નિગમના 2 ઇજનેરને માર માર્યો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાપ-દિકરા અને અજાણ્યા ઇસમ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો

અંજારના મેઘપર બોરીચી પાસે આવેલી નર્મદા કેનાલનું બંધ કામ શરૂ કરવાનું કહેનાર નર્મદા નિગમના બે અધિક્ષક મદદનિશ ઇજનેરને ખેડૂત પિતા-પુત્રએ માર મારી આ જમીન અમારી છે બીજીવાર આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ચોંકાવાનરી ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આદિપુર ખાતે નર્મદા નિગમની કચેરીમાં અધિક્ષક મદદનિશ ઇજનેર તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કૌશિકભાઇ હરીભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત બપોરે તેઓ અન્ય અધિક્ષક મદદનિશ ઇજનેર સતિષચંદ્ર નરોત્તમ પટેલ, શૈલેષચંદ્ર નાગજીભાઇ મીસ્ત્રી સાથે મેઘપર બોરીચી પાસે ચાલી રહેલા નર્મદા કેનાલનું કામ ચાલે છે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં કામ બંધ હોઇ હાજર સુપરવાઇઝર જયેશ પ્રેમજીભાઇ વાઘમશી જેસીબીનું કામ શરૂ કરવાનું જણાવતાં ડ્રાઇવર સુરેશ પરબતભાઇએ વોલ્વોથી કામ શરૂ કરતાં બાજુમાં ખેતર ધરાવતા શંભુભાઇ આહિર અને એક અજાણ્યો છોકરો આવ્યા હતા અને આ વોલ્વોથી કામ કરો છો તે જમીન અમારી છે.

જેના જવાબમાં કૌશીકભાઇએ આ જમીન સરકારી હોવાનું જણાવતાં બન્ને જણા ગાળો બોલવા લાગતા તેમને ગાળો બોલવાની ના પાડી તો અજાણ્યા છોકરાએ પથ્થર મારી જેસીબીના કાચ તોડી નાખ્યા હતા. આ અવાજ સાંભળી શંભુભાઇનો પુત્ર દેવરાજ પણ દોડી આવ્યો હતો અને બન્ને પિતા-પુત્રએ અધિક્ષક ઇજનેર કૌશિકભાઇને ધક બુશટ અને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમને બચાવવા વચ્ચે આવેલા સતિષચંદ્રને પણ દેવરાજભાઇએ ધક બુશટનો માર માર્યો હતો . જતાં જતાં બન્ને પિતા-પુત્રએ જો આ જમીન પર બીજીવાર આવશો તો જાનથી મારી નાખશુ઼ તેવી ધમકી પણ આપી હતી. કૌશીકભાઇએ તેમના વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો દાખલ કરાવ્યો હતો. તપાસ પીએસઆઇ સી.બી.રાઠોડ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...