હુમલો:મહેશ્વરીનગરમાં બે જણાએ એક્ટિવા સળગાવી તલવારથી શટર પર વાર કર્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં 3 મારામારીની ઘટના : ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર દંપતિને માર પડી
  • ઇન્દિરાનગરમાં જુની બોલાચાલીનું મનદુ:ખ રાખી ચાર જણા ધારિયા અને ધોકા સાથે તૂટી પડ્યા

ગાંધીધામ સંકુલમાં મારામારીની ત્રણ ઘટનાઓ નોંધાઇ હતી જેમાં મહેશ્વરીનગરમાં બે જણાએ એક્ટિવા સળગાવી તલવારથી શટર પર વાર કર્યા હોવાની, જીઆઇડીસીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર દંપતિને માર પડી હોવાની, તો ઇન્દિરાનગરમાં જુની બોલાચાલીનું મનદુ:ખ રાખી ચાર જણાએ ધારિયા અને ધોકા વડે માર માર્યો હોવાની ઘટના નોંધાઇ છે.

મહેશ્વરીનગરના મકાન નંબર 93 માં રહેતા સમાજ સેવક 57 વર્ષીય રામજીભાઇ કેશવજીભાઇ માંગલિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત સાંજે પોતાના વેવાઇને ત્યા હતા તે દરમિયાન તેમના પુત્ર રાહુલે ફોન કરીને જણાવ્યું હતું કે પડોશમાં રહેતા જીતુ ઉર્ફે જલાલ હીરાભાઇ સીજુ એક અજાણ્યા ઇસમ સાથે તલવાર સાથે આવ્યા હોવાનું અને એક્ટિવા સળગાવી હોવાનું કહેતાં તેઓ ઘરે પહોંચ્યા તો જીતુએ બાઇક અને તેમની ઓફિસ પર તલવાર વડે વાર કરી જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની ફરિયાદ તેમણે નોંધાવી હતી.

ઇન્દીરાનગરમાં રહેતા વિશાલ ઉર્ફે લાલો બાબુભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મચ્છુનગરમાં રહેતા રાહેલ રામજી કોલી સાથે અગૌ થયેલી બોલાચાલી થયા બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં ગત રાત્રે સાડા દશ વાગ્યે ધારિયું અને ધોકા સાથે આવેલા હેમંત સોલંકી, જીવણભાઇ કોલી, ભરત રાજુ કોલી અને રાહુલ રામજી કોલીએ ઘરે આવીને ગાળો બોલતાં ફરિયાદીના ફઇના દિકરા ભાઇ વીશાલ ભીમજી કોલીએ ગાળો બોલવાની ના પાડતાં હેમંતે તેના માથામાં ધારીયું માર્યું હતું, તો બાકીના ત્રણ જણાએ ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. તો જીઆઇડીસી વિસ્તારમાં રામદેવપીર મંદિર પાસે રહેતા નાનુબેન મંગલભાઇ રતનભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે તેમના ઘર પાસે ગાળો બોલી રહેલા ખીમજીભાઇ કોલી અને તેના બે પુત્રોને ગાળો બોલવાની ના પાડી તો ત્રણે જણાએ તેમને તથા તેમના પતિને ધક બુશટનો માર મારી જાતિ અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...