તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:માધાપરમાં તસ્કરો ઘરમાંથી 1 લાખની માલમત્તા ચોરી ગયા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરોઢે 3 થી 6 દરમિયાન બીમાર પતિની સારવાર બાદ પત્ની સુઇ જતાં ત્રણ કલાકમાં બનાવ બન્યો

માધાપરના નવાવાસમાં મોડી રાત્રે 3 વાગ્યા સુધી પોતાના બીમાર પતિની સારવાર બાદ પત્નીને ઉંઘ આવી ગઇ અને 3 થી 6 દરમિયાન દરવાજો ખુલ્લો ભાળી તસ્કરો રૂ.1 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

માધાપર નવાવાસમાં યક્ષ મંદિર સામે જોગીવાસમાં રહેતા અને મેળાઓમાં વિવિધ રાઇડિંગનો ધંધો કરતા સુશીલાબેન ભદ્રેશભાઇ શાહે ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રે તેમના પતિ ભદ્રેશભાઇને કેન્સરની બિમારી હોઇ પ્રાથમિક સારવાર માટે મોડી રાત્રે 3 વાગ્યા સુધી જાગતા હતા. સંતાનો બીજા રૂમમાં સુતા હતા. 3 વાગ્યે તેમને ઉંઘ આવી ગઇ હતી. જેમાં દરવાજો ખુલ્લો રહી ગયો હતો. સવારે છ વાગ્યે ઉઠીને કબાટ તરફ ધ્યાન જતાં કબાટ ખુલ્લો હતો. તપાસ કરી તો કબાટમાં રાખેલા રૂ.30,000 રોકડા અને રૂ.70,000 ની કિંમતની સોનાની બુટીની એક જોડી અને પેંડલવાળી સોનાની ચેન મળી કુલ રૂ.1,00,000 ની માલમત્તા ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો