તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મચ્છુનગરમાં આગ લાગતા ટેમ્પો ભરાય તેટલું ઘાસ ખાખ, પાલિકાને જાણ કરાતાં ફાયર બ્રિગેડ પહોંચી ગઇ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ હાઇવે પર મચ્છુનગરના એક સ્થળ પર ઘાસના જથ્થામાં અગમ્યકારણોસર આગ લાગી ગઇ હતી. આગના પગલે નગરપાલિકાને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો અને અંદાજે દોઢેક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી તે પહેલા એક ટેમ્પો ભરાય તેટલું ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું.

ગાંધીધામ- આદિપુરમાં છેલ્લા કેટલાય સમયથી નાની મોટી આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. બુધવારે બપોરના સમયે નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન આવતાં હેમંતભાઇ દિપકભાઇ ગરવાની ટીમ ફાયર મેન કિરણ ફફલ, પાર્થ હીંગોરજા, વિજય મહેશ્વરી વગેરે મચ્છુનગર પહોંચી ગયા હતા. હાઇવે પર આવેલ આ સ્થળે લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. આગના પગલે લોકોના ટોળા પણ ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો