તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લખાપરમાં કૌટુંબિક બાબતે બે પરિવાર બાખડ્યા, 5 ઘાયલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હમીરપરમાં જુની અદાવતમાં માતા,પિતા અને પુત્રને ચાર જણાએ માર માર્યો

ભચાઉ તાલુકાના લખાપર ખાતે રહેતા માનાબેન રામાભાઇ કોલીએ સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.30/8 ના બનેલી ઘટનામાં પરબત હીરા કોલી, મુકેશ પરબત કોલી, દેવા પરબત કોલી, અશોક પરબત કોલી, મુના નરશી કોલી અને રમેશ માનસંગ કોલીએ આવીને પરબતે કહ્યું હતું કે તારો દિકરો દિપક મારા ખેતરે શા માટે આવે છે. કહી બોલાચાલી બાદ તેમને માથામાં લોખંડનો પાઇપ ફટકારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પુત્ર દિપક તથા વિજયને પણ પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

સામે પક્ષે પરબતભાઇ હીરાભાઇ કોલીએ પણ વિજય રામા કોલી, દિપુ રામા કોલી, રામા રણછોડ કોલી અને માનાબેન રામા કોલી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી દિપકે તેમના ખેતરે આવી અભદ્ર વર્તન કર્યું હતું તે બાબતે તેમના પુત્ર અરવિંદે તેના પિતાને કહી દેવાનું કહેતાં તે બાબતે મનદુ:ખ રાખી આરોપીઓએ બોલાચાલી કરી અરવિંદને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી, તો તેમની પત્નીને પણ ગાળો આપી હતી. સામખિયાળી પોલીસે બન્ને પક્ષનીસ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો રાપર તાલુકાના મોટી હમીરપર ગામ ખાતે રહેતા 40 વર્ષીય લાખાભાઇ મેમાભાઇ ડુંગરાણી તા.30/8 ના બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેમના દિકરા મુકેશનો ફોન આવ્યો હતો કે ગામમાં મારો નશા કાના કોલી અને પ્રભુ ખેતા કોલી સાથે ઝઘડો થયો છે કહેતાં તેને ઘરે આવવા જણાવી તેઓ પત્ની શાંતિબેન સાથે તેને લેવા સામે જઇ રહ્યા હતા ત્યારે પુત્ર મુકેશની પાછળ આવેલા આંબા ખેતા કોલી, નશા કાના કોલી, પ્રભુ ખેતા કોલી અને હરેશ ગાભા કોલી તેની પાછળ આવી રહ્યા હતા.

તેમણે બોલાચાલી બાત ફરિયાદી લાખાભાઇને હાથમાં ધોકો ફટકારી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી. તેમને છોડાવવા વચ્ચે આવેલા તેમના પત્ની શાંતિબેનને પણ ધોકો ફટકારી ઇજા પહોંચાડી હતી. દિકરા મુકેશને ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...