તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુકમામાં પિતા-બે પુત્રો ઉપર હુમલો કરી મોબાઇલની લૂંટ કરનાર એક શખ્સ જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ હેઠળ ધકેલાયો, બાકીના આરોપી ઝડપવા તજવીજ ચાલુ
 • તા.26/1 ના બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો

ભુજ તાલુકાના કુકમા ખાતે બે મહિના પહેલાં ઘરે આવેલા ત્રણ ઇસમોએ પથ્થર અને ધોકા વડે પિતા-પુત્ર ઉપર હુમલો કરી રોકડ રકમ અને મોબાઇલની લૂંટને અંજામ અપાયો હોવાની ઘટનામાં પધ્ધર પોલીસે એક આરોપીને દબોચી લઇ ભેદ ઉકેલ્યો હતો.

પીએસઆઇ એસ.આર.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.26/1 ના રોજ કુકમાના સોનલકૃપા સોસાયટીમાં રહેતા હીરાભાઇ ભાણજીભાઇ ચારણ પોતાના બે પુત્રો સાથે ઘરે હતા ત્યારે રાત્રે તેમના ઘરે આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ પથ્થર અને ધોકા વડે હુમલો કરી પિતા-પુત્રોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી રોકડ રકમ અને મોબાઇલની લૂંટને અંજામ આપ્યો હોવાની ફરીયાદ તેમણે પધ્ધર પોલીસ મથકે નોંધાવ્યા બાદ પધ્ધર પોલીસે સતત આ બનાવના આરોપીઓને પકડવા તખતો ગોઠવ્યો હતો.

જેમાં મુળ રાજસ્થાન પાલીના હાલે અમદાવાદ રહેતા 33 વર્ષીય વિજયકુમાર તોતારામ રાવભટને પકડી લીધો હતો. અને તેના કબજામાંથી લૂંટમાં ગયેલા રૂ.2,500 ની કિ઼મતના ત્રણ મોબાઇલ જપ્ત કર્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતાં આરોપી બે દિવસના રિમાન્ડ હેઠળ ધકેલાયો હતો. પોલીસે આ ઘટનામાં તેના સાગરીતોને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો