તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂરતાની હદ પાર કરી:ખાંડેકમાં જેઠે ભાઈની પત્નીને પંખે લટકાવી માતાને વીડિયો કોલ કર્યો, ત્યારબાદ ખાટલા પર ફેંકી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાપર પંથકનો પારિવારીક સંબંધોને લજાવતો બનાવ લાલબત્તી સમાન
 • 24/11/2020 ના બનેલી આ ઘટનામાં કોઇને ન કહેવા પુત્રીના સમ ખવડાવાયા હતા

રાપર તાલુકાના ખાંડેક ગામમાં જેઠે પોતાના ભાઇની પત્નીને હાથમાં દુપ્પટો બાંધી પંખે લટકાવ્યા બાદ પોતાની માતાને વીડિયો કોલ કરી વહુની આ હાલત કરી છે દેખાડ્યું હતું. જેમાં પરિણીતાની સાસુએ આને પતાવી નાખજે નહીં તો આપણને મારી નાખશે તેમ કહ્યા બાદ ફોન કટ કરી જેઠે તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની સમાજ માટે લાલબત્તી સમાન ઘટનાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે. મુળ હિંમતનગરના હાલે રાપરના ખાંડેક ગામે રહેતા પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્નનો ગાળો છ વર્ષનો છે જેમાં સંતાનમાં એક પુત્રી છે જે દિવાળી પછી તેમના માતા-પિતા સાથે હિંમતનગર રહે છે.

બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા
તેમના પતિ તેમનાથી અલગ આણંદ વિદ્યાનગર રહે છે. જેમાં તે રાત્રે તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે પોતાની પુત્રી સાથે વાત કરી રહ્યા હતા. તે જ સમયે તેમના જેઠ આવ્યા હતા અને કોની સાથે વાત કરો છો કહેતાં દિકરી સાથે વાત કરવાનુ઼ કહ્યા બાદ તેમણે ફોન ઝૂંટવી દરવાજો બંધ કર્યો હતો અને તેમના બન્ને હાથ દુપટ્ટાથી બાંધી પંખે લટકાવી દીધા હતા. ત્યારબાદ જેઠે ભોગ બનનારના સાસુને વીડિયોકોલ કરી આ બધું બતાવ્યું હતું જેમાં તેમના સાસુએ તું તેને પતાવી નાખ નહીંતર એ તને મારી નાખશે કહ્યું હતું.

વીડીયો કોલ પુરો કર્યા બાદ તેમના જેઠે નીચે ઉતાર્યા બાદ ખાટલા ઉપર ફેંકી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ જેઠે આ બનાવ બાદ તું મને છોડીશ નહીં કહી પુત્રી અને પિતાના સમ ખવડાવ્યા બાદ તેઓ ત્યાંથી ગયા હતા. પરિણીતાની ફરિયાદના આધારે રાપરના ઇન્ચાર્જ પીઆઇ જે.એચ.ગઢવીએ તપાસ હાથ ધરી છે.

જો કોઇને કહીશ તો જાનથી મારવાની ધમકી
ખાંડેકમાં જેઠ દ્વારા પોતાના ભાઇની પત્નીને હાથ બાંધી પંખે લટકાવ્યા બાદ દુષ્કર્મ આચરાયું હોવાની ઘટનાને અંજામ અપાયા બાદ જેઠે ભોગ બનનારને જો કોઇને આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખીશી તેવી ધમકી પણ આપી હતી.

વતન ગયા બાદ માતા-પિતાને હકિકત જણાવતા અઢી મહિને ફરિયાદ નોંધાવી
આ ઘટના બાદ બીજા દિવસે તેમના પરિવારની નજર ચુકાવી ભોગ બનનારી પરિણીતા પોતાના વતન પહોંચી હતી અને આ તમામ હકીકત તેમના માતા-પિતાને જણાવી તેમણે હિંમતનગર પોલીસ અધિક્ષક, સાબરકાંઠાને ફરિયાદ અરજી કર્યા બાદ ત્યાંથી પુર્વ કચ્છ એસપી સુધી આ ફરિયાદ અરજી પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાઇ હતી.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો