તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કંથકોટમાં સમાજના ગૃપમાં ગાળો લખવાની ના પાડનાર માતા અને પુત્રને માર મરાયો

ગાંધીધામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભચાઉ તાલુકાના કંથકોટના ભીલવાસમાં રહેતા 18 વર્ષીય નારાણભાઇ નથુભાઇ ભીલે ફરિયાદમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલાં ગામમાં જ રહેતા મહેશ ગોવિંદ ભીલે તેમના સમાજનું સોશિયલ મીડિયા ગૃપ બનાવી તેમાં તેમને એડ કર્યા હતા. આ ગૃપમાં ગામમાં જ રહેતા અશ્વિન મગન ભીલે સમાજના આ ગૃપમાં અપશબ્દો બોલી વોઇસ મેસેજ મોકલતાં તેઓ લેફ્ટ થઇ ગયા હતા.

ત્યારબાદ તેઓ માતા મણીબેન અને મોટા બાપાના પુત્ર શંકર શંભુ ભીલ સાથે અશ્વિનના ઘરે ગયા હતા જ્યાં અશ્વીન તેનો ભાઇ પપ્પુ મગન ભીલ અને પિતા મગન ભચુભાઇ ભીલ હાજર હતા તેમને સમાજના ગૃપમાં અપબ્દો ન લખવા અશ્વિનને સમજાવવા કહ્યું તો ઉશ્કેરાયેલા પિતા અને બે પુત્રોએ તેમને અને માતાને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવાગામમાં આધેડ પર હુમલો
દુધઈ પોલીસે મથકેથી નવાગામમાં રહેતા 53 વર્ષીય કાનાભાઈ પાલાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી નવાગામમાં રહેતા નાથા બેચરા રબારી અને તેનો પુત્ર કાનાએ ફરિયાદીને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવતા દુધઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કોડાયમાં બનેવીને સાળાઓએ માર માર્યો
ભુજમાં ગીતા કોટેજીસમાં રહેતા અને રિક્ષા ચલાવતા ફરિયાદી તુલસીભાઇ મગનભાઇ જોગી શુક્રવારે કોડાય ખાતે પીયરમાં ચાર દિવસથી રીસામણે બેઠેલી પત્નિને તેળવા ગયા હતા ત્યારે પત્નિએ સાથે આવાવની ના કહેતા દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન ફરિયાદીના બે સાળા સચીન ધનજીભાઇ જોગી, અને શૈલેશ ધનજીભાઇ જોગીએ બનેવીને ધકબુસટનો માર માર્યો હતો. પોલીસે બનાવની નોંધ લીધા બાદ ફરિયાદી સામે માંડવી પોલીસે કેફી પીણુ પીવા મુદે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો