તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જગજીવનનગરમાં યુવાન પરિણિતાએ ગળે ફાંસો ખાધો

ગાંધીધામ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એન્જિનપીસ્ટ રૂમમાં કી-મેન મૃત અવસ્થામાં મળ્યા
 • પરિણીતાનો લગ્ન ગાળો 6 માસનો જ હોઇ DySPને તપાસ સોંપાઇ

ગાંધીધામના જગજીવનનગરમાં યુવાન પરિણિતાએ ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના તેમજ કંડલા રેલ્વે સ્ટેશનના એન્જિનપીસ્ટ રૂમમાં રેલ્વેના કી-મેન મૃત અવસ્થામાં મળી આવ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ જગજીવનનગર ખેડોઇ કેમ્પ ઝૂંપડપટ્ટીમાં રહેતા 21 વર્ષીય નિશાબેન રાજેશભાઇ મહેશ્વરીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ચુંદડી વડે ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધું હતું. તેમના પતિ રાજેશભાઇ ધનજીભાઇ મહેશ્વરી મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇને ગયા હતા. મૃતક પરિણિતાનો લગ્નગાળો છ મહિનાનો જ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાની તપાસ અંજાર વિભાગના ડીવાયએસપી ડી.એસ.વાઘેલાને સોંપાઇ છે.

તો ગાંધીધામના રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વે પાટાની ચકાસણીનું કામ કરતા 51 વર્ષીય પપ્પુરાય સામપદરામ ભેરવ પોતાની નાઇટ ડ્યૂટી પૂર્ણ કરી કંડલા સ્ટેશનના એન્જિનપીસ્ટ રૂમમાં સૂઇ ગયા હતા તેમના સહકર્મી રાજીવ રાઘવે તેમને સવારે ઉઠાડતાં અચેત હાલતમાં મળી આવ્યા હતા. જથી તાત્કાલીક તેમને રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરાયું હતું જેમાં કુદરતી મૃત્યું થયું હોવાનું બહાર આવ્યું હતું આ બાબતે કંડલા મરિન પોલીસ મથકમાં જાણ કરાતાં પીઆઇ એ.જી.સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો