તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કોરોના કાળમાં 18 દિવસ શબવાહિની ચલાવનાર આદિપુરના યુવાનનું સન્માન

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની બીજી લહેરમાં મોતની સંખ્યા વધી હતી, તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ નો ઢગલો થયો હતો એ વાત સૌ જાણે છે.

આ કપરી પરિસ્થિતિમાં અમદાવાદ શિફ્ટ થયેલા આદિપુરના યુવાન ભરતભાઈ નરેશભાઈ આસનાની બીઆરટીએસ માં ચાલક તરીકે ફરજ બજાવતા હતા પણ કોરોનાને કારણે આ સેવા બંધ હોતાં તેમણે શબવાહીની ચલાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી સ્મશાન સુધી સતત 18 દિવસ સુધી મૃતદેહો પહોંચાડી સમયનો લોકસેવા માટે સદ્દઉપયોગ કર્યો હતો. તેમની આ કામગીરી બિરદાવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ ખાતે તેમનું સન્માન કર્યુ હતું. આદિપુર માટે કે સિંધી સમાજ નહીં પણ આ યુવાને કચ્છનું ગૌરવ વધાર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...